Thursday, October 4, 2007

પર્યાવરણ જયોત જનજાગૃતિ યાત્રાને ઠેર ઠેર મળતો આવકાર

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Bhuj
Thursday, October 04, 2007 00:33 [IST]

વૃક્ષો અને જંગલોનું સંરક્ષણ અને સંવર્ધન કરવું એ માત્ર વનવિભાગની નહીં પરંતુ એક નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે.

એ હેતુથી આ વિચારને લોકો સુધી પહોંચાડવા અને લોકોમાં તે અંગે જાગૃતિ ઊભી થાય તે માટે કરછ નવનિર્માણ અભિયાન અને તેની સંલગ્ન સંસ્થાઓ તેમજ વનવિભાગ, કરછ દ્વારા સંયુકત રીતે તા.૧ થી ૫ ઓકટોબર સુધી મોટા યક્ષથી માતાના મઢ સુધી ‘પર્યાવરણજયોત જનજાગૃતિ યાત્રા’ નું આયોજન કરાયું છે. જેમાં અનેક પર્યાવરણ પ્રેમી લોકો ઉત્સાહભેર જૉડાયા છે.

આ યાત્રાનો પ્રારંભ ૧ ઓકટોબરે રાત્રે યક્ષના મેળા કરાયો હતો. આ દિવસે યક્ષનાં મેળામાં આવતી વિશાળ જનમેદની સુધી વૃક્ષ અને જંગલોના સંરક્ષણ અને સંવર્ધનનો આ સંદેશ પહોંચાડવા માટે લોકડાયરા અને શેરીનાટક જેવા માઘ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સંસ્થાઓ અને વનવિભાગમાંથી ૫૦ થી વધારે લોકો હાજર રહ્યા હતા.

૨ ઓકટોબરે સવારે મોટા યક્ષથી પર્યાવરણ સંદર્ભેના વિવિધ બેનરો અને અર્થસભર સૂત્રો લખેલી યાત્રા પલીવાડ તરફ આગળ વધી હતી. જેની આગેવાની વનવિભાગના મીના અને અભિયાનના સભ્યસચિવ લીલાધર ગડાએ લીધી હતી.

આ પ્રસંગે વનવિભાગના અધિકારી ગુર્જરે લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને વòક્ષોનું જે આડેધડ નિકંદન થઇ રહ્યું છે, તેને અટકાવવા અનુરોધ કર્યોહતો. શેરી નાટક ‘સાંભળો વૃક્ષની વાત’ રજૂ કરાયું હતું. કાર્યક્રમના અંતમાં ગામલોકોને વòક્ષોનું રક્ષણ અને જતન કરવાની પ્રતિજ્ઞા લેવડાવીને યાત્રાએ આણંદપર તરફ પ્રયાણ કર્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/04/0710040037_environment.html

No comments: