Wednesday, October 31, 2007

જંગલખાતાની નિષ્ફળતા ખેડૂતો ઉપર ઢોળી દેવાની પેરવી સામે કાર્યક્રમો અપાશે

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

તાલાલા, તા.૨૮
સિંહોનું રક્ષણ કરવામાં નિષ્ફળ જંગલખાતુ પોતાની નિષ્ફળતા ઢાકવા નિર્દાેષ ખેડૂતોે ઉપર મનધડીત આરોપો લગાવી રહ્યા હોય તેમાં પ્રતિકાર કરવા અને સિંહોના રક્ષણ માટે સરેઆમ નિષ્ફળ ગયેલ જંગલખાતાની અસલીયત ખુલ્લી પાડવા જૂનાગઢ અને અમરેલી જિલ્લા કિસાન સંઘના હોદેદારોની મહત્વપૂર્ણ બેઠક તા.૨૯-૧૦-૨૦૦૭ સોમવાર સવારે ૧૦-૦૦ કલાકે વિસાવદર તાલુકાના વિસાવડ ખાતે ગુજરાત પ્રદેશ કિસાન સંઘના પ્રમુખ પ્રફુલભાઈ સેજલીયાના અધ્યક્ષ સ્થાને મળશે.

તાલાલા તાલુકા કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે... યાદીમાં જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં જૂનાગઢ અને અમરેલી બંને જિલ્લાના દરેક તાલુકાના કિસાન સંઘના પ્રમુખ મહામંત્રી તથા બંને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે....

સિંહોના રક્ષણ માટે સરકારે અઠળક વ્યવસ્થાઓ કરી આપી છે. છતાં પણ સિંહોના રક્ષણ કરવામાં નિષ્ફળ ગયેલ જંગલખાતુ તેમની નિષ્ફળતાનો ટોપલો નિર્દાેષ ખેડૂતો ઉપર ઢોળી રહી છે. જેને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવશે. તાલાલા તાલુકા કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું હતુ કે કિસાનો સિંહના શિકારી નથી. પણ તેને બદનામ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોના ઉભા પાકને જ્ંગલી પ્રાણીઓ ''ઓહીયા'' કરી જાય છે. એટલા માટે ખેડૂતો પોતાની ફસલના રક્ષણ માટે અડચણો ઉભી કરે છે. નહી કે સિંહોના શિકાર માટે.....

ખેડૂતોની ફસલ કે જેના ઉપર ખેડૂત પરિવારની આજીવિકાનો સંપૂર્ણ આધાર છે. પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન જાય તેનું વળતર સરકાર ખેડૂતોને આપવા તૈયાર હોય તો ખેડૂતો તેમના ખેતરો ખુલ્લા મુકી દેવા પણ તૈયાર છે પણ સરકાર દ્વારા આવુ થતુ નથી અને ખેડૂતોને શિકારી હત્યારા જેવા સંબોધનો કરે છે. તેનો સજજડ પ્રતિકાર કરવા તથા સિંહોના જતન માટે કિસાનો પણ કટીબંધ છે. તેની વિસ્તૃત છણાવટ સાથેના ઠરાવો આ બેઠકમાં કરી સિંહોના જતન માટે નિષ્ફળ ગયેલ જંગલ ખાતાની અસલીયત ખુલ્લી પાડી સિંહોના મોત અંગે નિર્દાેષ ખેડૂતોને બદલે જંગલખાતાના જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા આ બેઠકમાં માંગણી કરવામાં આવશે

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=31571&Keywords=Sorath%20gujarati%20news

No comments: