Thursday, October 4, 2007

ગિરનારનો પરિક્રમાનો માર્ગ ધોવાઈ ગયો: વનવિભાગ દ્વારા મરામત શરૂ

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Junagarh
Thursday, October 04, 2007 02:49 [IST]

ચોમાસામાં ભારે વરસાદને પગલે માર્ગોનું સંપૂર્ણપણે ધોવાણ

ગરવા ગઢ ગિરનારની પાવન પરિક્રમા આગામી દિવાળી બાદ શરૂ થનાર છે ત્યારે ચોમાસામાં એકધારા અને ભારે વરસાદને પગલે પરિક્રમાના માર્ગોસંપૂર્ણપણે ધોવાઇને રસ્તામાં ૨ થી ૩ ફૂટના ખાડા પડી ગયા બાદ વન વિભાગે આ માર્ગોની મરામત અત્યારથી જ શરૂ કરી દીધી હતી.

ગત ચોમાસા દરમ્યાન ૩ થી ૪ વખત વરસાદની હેલી આવી.જેમાં રિગનારના જંગલમાં આ વખતે ધીમી ધારે નહીં પરંતુ એકધારો ભારે વરસાદ થતાં સરકયુલર તેમજ પરિક્રમાના રૂટમાં ભારે ધોવાણ થયું છે. હાલ આ માર્ગોપરથી પસાર થતાં રસ્તા ઉપર નહીં પરંતુ કોઇ વોકળામાં ચાલતા હોઇએ તેવો અનુભવ થાય. તેમાંયે ઇંટવા ઘોડીના માર્ગ ઉપર બે ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. તો કયાંક ઊંચેથી શીલાઓ ગબડીને રસ્તા પરથી આવી ગઇ છે. રસ્તા ઉપર માટીનું નામોનિશાન નથી દેખાતું આ માર્ગ ઉપરથી લાખો યાત્રાળુઓ પસાર થઇ જ શકે તેમ નથી. પરિણામે વન વિભાગ દ્વારા આ વખતે અત્યારથી જ માર્ગોનું રીપેરીંગ શરૂ કરી દેવાયું છે.

આ અંગે ઉત્તર ડુંગર રેન્જ હેઠળની આ બીટનાં ગાર્ડનાં કહેવા મુજબ ભારે વરસાદનાં દિવસે ઇંટવા ઘોડી ઉપર કમરડૂબ પાણી હતાં. જયારે આર.એફ.ઓ. એસ.કે.જાડેજાના કહેવા મુજબ અગાઉનાં વષ્ાર્ોમાં ચોમાસા બાદ માર્ગોની મરામત માટે માત્ર માટી કામ જ કરવાનું રહેતું. અને તેથી રિપેરિંગ દશેરા બાદ શરૂ થતું અને વીસેક દિવસમાં પૂર્ણ થઇ જતું. પરંતુ અત્યારે છે એવું ધોવાણ ભૂતકાળમાં કયારેય નહોતું થયું.

માર્ગોતો ઠીક રસ્તામાં આવતા સિમેન્ટ કોંક્રીટના કોઝવે પાણીના તેમજ ગબડતી શીલાના મારથી તૂટી ગયા છે. ઠેકઠેકાણે રસ્તાની ધારે આવેલા વૃક્ષો ગબડતી શીલાઓને લીધે ધરાશાયી થયાં છે. જૉ કે, ગિરનારના જંગલમાં અન્યત્ર કરતા વૃક્ષોની ગીચતા વધુ હોઇ વરસાદનાં પ્રમાણમાં ધોવાણ ઓછું હોવાનું એ.સી.એફ. બી.ટી.ચઢાસણિયાએ જણાવ્યું છે. વન વિભાગે પરિક્રમાના માર્ગોની મરામત શરૂ કરી દીધી છે. પરંતુ પરિક્રમા સુધીમાં રસ્તો સંપૂર્ણ પણે તૈયાર કરવામાં વન વિભાગને રાત-દિ એક કરવા પડે તો નવાઇ ન કહેવાય.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/04/0710040251_girinar_parikrama_janagarh.html

No comments: