Thursday, October 4, 2007

ગીરના સિંહોની સુરક્ષા માટે આર.એફ.ઓ.ની જગ્યા ભરવી જરૂરી

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

તાલાલા, તા.૩
ગીરના સિંહોની સુરક્ષા માટે ખાલી પડેલ આર.એફ.ઓ.ની જગ્યા ત્વરીત ભરવા પ્રાણી અને પર્યાવરણ પ્રેમીઓમાંથી પ્રબળ માગણી ઉઠવા પામી છે.

ગીરના જંગલ અને જંગલમાં રહેતા સિંહોની સુરક્ષા માટે કોઈ કચાસ રાખવામાં નહીં આવે. સિંહોની હત્યા બાદ સાસણગિર ખાતે દોડી આવેલ મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા વનસચિવએ સાસણ ગિર ખાતે જ આ જહેમત કરી હતી. આ મુલાકાત દરમ્યાન વનસચિવએ સૌ પ્રથમ ગીર અભ્યારણ્યમાં આર.એફ.ઓ.ની ખાલી પડેલ જગ્યા ઉપર તુરંત પોસ્ટીંગ કરવાની કડક સુચના આપી. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન વનપાલ સ્વર્ગમાંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વર્ગમાં બઢતી આપવા તૈયાર થયેલ યાદી પૈકી ગીરના જાણકાર અને અનુભવી સ્ટાફ ગિરની મહત્વની જગ્યાઓ ઉપર ફરજ બજાવી શકે માટે સરકારએ ૬પ રેન્જ ફોરેસ્ટ ઓફિસરના પ્રમોશન આપવા મંજુરી પણ આપી દીધી હતી અને ગીર અભ્યારણ્યમાં ખાલી પડેલ જગ્યાઓ તાત્કાલિક અસરથી ભરવી તેવી વન વિભાગને ગત મે માસમા સુચના પણ આપવામાં આવેલ છે. છતા પણ આજ સુધી આ અંગે પરીણામલક્ષી કાર્યવાહીના અભાવે ગીર અભ્યારણ્યની રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ખાલી પડેલ જગ્યાઓ ઉપર પોસ્ટીંગ થતુ નથી.

ગીરમાં ખાલી પડેલ જગ્યા ઉપર પોસ્ટીંગ આપવા સરકાર દ્વારા તમામ મંજુરી પછી પણ ડીપાર્ટમેન્ટ તરફ ગોકળ ગાયની ગતિએ કાર્યવાહી થતી હોય વનવિભાગ સામે પર્યાવરણ અને પ્રાણી પ્રેમીઓમા કચવાટ ફેલાયેલ છે. આવી જ રીતે સિંહોના રક્ષણ માટે મહત્વની જગ્યા ઉપર તુરંત પોસ્ટીંગ આપવા સરકાર તરફથી સ્પષ્ટ સુચના સાથે પ્રમોશન આપવા મંજુરી આપતા વન વિભાગમાં છેલ્લા રપ-રપ વર્ષથી સેવાઓ આપતા વનપાલ અને બીડગાર્ડ કર્મચારીઓમાં પણ બઢતી મળવાનુ નવુ આશાનું કિરણ જોવા મળતુ હતુ પણ ડીપાર્ટમેન્ટની ઢીલી નિતિને કારણે નાના કર્મચારી પણ નિરાશ થઈ ગયા છે. ગુજરાતમાં આશરે ૧રપ જેટલી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જગ્યાઓ ખાલી પડેલ છે. તે પૈકી સરકાર તરફથી ૬૫ જગ્યાઓ પ્રમોશન આપી ભરવા મંજુર થઈ આવેલ જેને પણ છ માસ ઉપરનો સમય થવા છતાં આ પ્રમોશન આપી મહત્વની જગ્યાઓ ભરવાની કોઈ કાર્યવાહી વનવિભાગ તરફથી શા માટે થતી નથી? આ અંગે ત્વરીત તપાસ કરી સિંહોની સંપૂર્ણ સુરક્ષા માટે સરકાર દ્વારા બનાવેલ ખાસ યોજના અંતર્ગત ગિર અભ્યારણ્યની આર.એફ.ઓ.ની મહત્વની ખાલી જગ્યા ઉપર તુરંત પોસ્ટીંગ આપી સિંહોની સુરક્ષા માટે શરૂ કરેલ ઝૂંબેશ યથાવત જાળવી રાખવા પર્યાવરણ અને પ્રાણી પ્રેમીઓમાંથી પ્રબળ માંગણી ઉઠી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=25969&Keywords=Sorath%20gujarati%20news

No comments: