Saturday, October 27, 2007

સિંહોના રક્ષણ માટે ગુપ્ત ઓપરેશન જરૂરી

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Talala
Monday, October 22, 2007 22:42 [IST]

તાલાલાના પ્રકૃતિપ્રેમીઓએ કરેલી ઉગ્ર માગણી

ધારીના પ્રેમપરામાં ખેતર ફરતે કરાયેલી વીજ ફેન્સિંગે બે સિંહબાળ સહિત પાંચ સાવજોના જીવ લીધાની ઘટનાથી જીવદયાપ્રેમીઓ ઉકળી ઉઠયા છે. ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે અનેક પ્રકારે આ રીતે મોતની વાડ બનાવવામાં આવતી હોય વનમિત્રો અને વનસહાયકો ગુપ્ત ઓપરેશન હાથ ધરે એવી તાલાલાના પ્રકòતિ પ્રેમીઓએ માગણી ઉઠાવી છે.

એશિયાટીક સિંહોની જાતિ લુપ્ત થઈ જાય તે હદે ચાલુ સાલ સિંહોના શિકાર અને સિંહને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે કડક હાથે કામ લેવા પર્યાવરણ પ્રેમીઓમાંથી ઉગ્ર માંગ ઉઠી છે. ધારી નજીક ત્રણ સિંહણ અને બે સિંહબાળને ખેતર ફરતે વીજતાર ગોઠવી વીજકરંટથી મોતને ઘાટ ઉતારી નખાયાના બનાવે ગીર પંથકના પર્યાવરણ પ્રેમીઓને હચમચાવી નાખ્યા છે.

તાલાલ શહેર ભાજપ ઉપપ્રમુખ અને પર્યાવરણ પ્રેમી એડવોકેટ અનીલભાઈ કાનાબારે વનવિભાગના જવાબદાર સતાવાળાઓને પત્ર પાઠવી સિંહોને મોતને ઘાટ ઉતારવાના કીમીયાઓ સામે કડક હાથે લેવા પત્ર લખ્યો છે.

પત્રમાં જણાવ્યા મુજબ તાલાલા તાલુકા સહિત ગીર જંગલ જે તાલુકાઓમાં ફેલાયો છે. તે દશેક તાલુકાનાં જંગલની બોર્ડર નજીકનાં ગામો અને ફોરેસ્ટ વિભાગની જમીન પુરી થતા શરુ થતી રેવન્યુ ખેતરાઉ જમીનોના સર્વે નંબરો અને ખેડૂતોના નામ સહિતની વિગત એકત્રિત કરી જેતે વિભાગમાં પીજીવીસીએલે લાગુ પડતા સર્વે નંબરોનાં ખેતરોમાં કાયદેસર વીજ જોડાણ આપેલ છે. કે કેમ ?

તેની યોગ્ય તપાસ તટસ્થ અધિકારીઓ પાસે કરાવી વન્ય પ્રાણીઓ માટે જોખમી વિસ્તારો કે જયાં અગાઉ સિંહો સહિતનાં વન્યપ્રાણીઓને વિજકરંટ કે ખોરાકમાં ઝેર આપીને મારી નાખવામાં આવેલ હોય તેવા વિસ્તારોને અન્ય પ્રાણીઓ માટે જોખમરૂપ વિસ્તારો ગણી ત્યાં સાવચેતી માટે જરૂરી પગલા લેવામાં આવે, તે ઉપરાંત વન વિભાગે તાજેતરમાં ભરતી કરવામાં આવેલ વનમિત્રો અને વન સહાયકો પાસે દરેક ગામમાં ગુપ્ત રીતે તપાસ કરાવી જે ખેડૂતોએ પોતાનાં ખેતરોમાં પાક ફરતે ખેતરનાં સેઢે જીવતા વીજ વાયરો ગોઠવતા હોય કે અગાઉ ગોઠવેલા હોય તો તેની માહિતી એકઠી કરી તે ખેડૂતોનાં નામ-ગામ અને ખેતરની સ્થિતિ શું છે ?

તે વિગતો વન વિભાગ પાસે તાકીદે ઉપલબ્ધ કરાવે જેથી એક સંયુકત આયોજન થકી સિંહોને વધુ મોતનાં મુખમાં જતા અટકાવી શકાય ઉપરાંત સિંહો માટે મોત બિછાવતા લોકો સામે કાયદાની કડક અમલવારી કરી યોગ્ય સજા કરવાની માંગ ઉઠી છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/22/0710222247_save_lion.html

No comments: