Saturday, October 20, 2007

ગિર પૂર્વ, ટાસ્ક ફોર્સ અને ગિરનાર ડી.સી.એફ.ની જગ્યાઓ ખાલી.. ખાલી..

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૧૯ :
જયાં ગત માર્ચ માસમાં છ - છ સિંહોના શિકાર થયા હતા તેવા ગીર જંગલના પૂર્વ વિભાગની અતિ મહત્વની એવી નાયબ વન સંરક્ષકની જગ્યા ખાલી પડી છે. ઉપરાંત સિંહોના શિકાર કાંડ બાદ રચવામાં આવેલ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના વડા એવા ડી.એફ.ઓ.ની જગ્યા પણ ગિર પૂર્વ, ટાસ્ક ફોર્સ અને ગિરનાર ખાલી જ પડી છે.ગીર જંગલના પૂર્વ વિભાગમાં પાંચ સિંહોના થયેલા મૃત્યુની ઘટના બાદ આવા બનાવો બાબતે સરકાર કેટલી ગંભીર છે.? તેવો પ્રશ્ન કરતા સુત્રોના જણાવ્યા અનુસાર ગત માર્ચ માસમાં ગીર જંગલમાં છ - છ એશિયાઈ સાવજોનો ક્રુરતાથી શિકાર થયા બાદ સિંહોના સંરક્ષણ માટે ઉચ્ચ કક્ષાએથી સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને આ ફોર્સ ગીર જંગલમાં માત્ર ને માત્ર સિંહોનું રક્ષણ કરવાના હેતુથી કરાઈ છે. ફોર્સના વડા તરીકે નાયબ વન સંરક્ષક કક્ષાના અધિકારીની જગ્યા ઉભી કરવામાં આવી છે. અને નાયબ વન સંરક્ષકની આ જગ્યા માટે છેલ્લા ત્રણ માસ જેટલા સમયથી ઓર્ડર પણ થઈ ગયો હોવા છતા હજી સુધી જગ્યા પર અધિકારી હાજર થયા નથી.

બીજી તરફ ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વનસંરક્ષકની અતિ મહત્વની એવી જગ્યા પણ ખાલી જ પડી છે. આ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીની છેલ્લે સકકરબાગ ઝુ ની અપગ્રેડ કરાયેલી ડી.એફ.ઓ.ની જગ્યા પર બદલી કરવામાં આવ્યા બાદ આ અત્યંત સંવેદનશીલ એવી જગ્યાનો ચાર્જ મદદનીશ વન સંરક્ષકને આપવામાં આવ્યો છે.

વિશ્વભરમાં એકમાત્ર સ્થળે જયાં એશિયાઈ સિંહો બચ્યા છે એવા ગીર જંગલની ઉચ્ચ અધિકારીઓની બે - બે જગ્યા તથા ગિરમાંથી સ્થળાંતર કરીને જયાં છેલ્લા દોઢ દશકાથી સિંહો કાયમી વસ્યા છે તેવા ગિરનાર વન વિભાગમાં પણ નાયબ વન સંરક્ષકની જગ્યા ઘણા સમયથી ખાલી છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=29695&Keywords=Sorath%20gujarati%20news

No comments: