Saturday, October 27, 2007

પ્રાણી શિકાર માટે તખ્તો ગોઠવતા ઝડપાયેલા મહિલા સહિત બે શખ્સો જેલના પિંજરે

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ધારી, તા.૨૩
ગીરમાં પ્રાણી શિકાર માટે તખ્તો ગોઠવતી વેળા ઝડપાયેલા મહિલા સહિત બે શખ્સોને અદાલતે જામીન અરજી ફગાવી જેલ હવાલે કરી દીધા હતા.આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૯-૧૦-૦૭ ના રોજ વન તંત્રના કાફલાએ વન્યપ્રાણીઓને પકડવા માટેના લોખંડના ફાસલા ગોઠવતા ગાધકડા ગામના મનસુખ જોરાભાઈ ચારોલીયા (દેવીપૂજક) ને પકડી સાવરકુંડલા કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રીમાન્ડ ઉપર મેળવેલ હતા. આ રીમાન્ડ સમય પુરો થતા આ આરોપીઓને સાવરકુંડલા કોર્ટમાં રજુ કરતા તેમની જામીન અરજી રદ કરી કસ્ટડી હવાલે કરવાનો હુકમ કરેલ હતો.ત્યારબાદ આ આરોપીઓ દ્વારા નામ. સેશન્સ કોર્ડ, અમરેલીમાં રજુ થઈ ફરી જામીન અંગે વિનંતી કરેલ હતી પરંતુ નામ. સેશન્સ કોર્ટ, અમરેલી દ્વારા પણ આ વન્યપ્રાણી ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી જામીન નામંજુર કરેલા છે. અને હાલ આ આરોપીઓ મનસુખ જોરાભાઈ ચારોલીયા (દેવીપૂજક) બાઘુબેન ઓઘડભાઈ પરમાર (દેવીપૂજક) ને કસ્ટડી હવાલે કર્યા હતા.એક તરફ ગીરમાંથી સુરક્ષાના મુદે સિંહોના સ્થળાંતરની ચર્ચા છેક દિલ્હીનાં સંસદભવન સુધી પહોેંચી છે અને બીજી તરફ સિંહ ગીરમાં રહે તેવી કવાયત રાજય સરકાર કરી રહી છે.
યારે જ ગીરમાં પ્રાણી શિકાર અંગે ક્રમશ: વધતી જતી ઘટનાઓની ઘટમાળના પગલે પ્રકૃત્પ્રિેમી તથા વન્ય પશુપ્રેમીઓમાં કચવાટની લાગણી વ્યાપી ગઇ છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=21&NewsID=30489&Keywords=Saurashtra%20Gujarati%20News

No comments: