Saturday, October 20, 2007

સિંહબાળના આક્રંદથી ઘટનાનો ભેદ ખુલ્યો.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Dhari/Amreli
Saturday, October 20, 2007 00:00 [IST]

માતા અને સંતાન વરચેના સંબંધની સંવેદના મનુષ્ય કરતા પણ પ્રાણીઓમાં વિશેષ હોય તેવું વધુ એક વખત ધારીના પ્રેમપરામાં બે સિંહબાળ અને ત્રણ સિંહણની હત્યાના બનાવમાં જોવા મળ્યું છે. પ્રથમ ત્રણ સિંહણ વીજપ્રવાહ પસાર થતા ફેન્સિંગનો ભોગ બન્યા બાદ વાડી માલિકે ત્રણેયનો મૃતદેહ જમીનમાં દાટી દીધો હતો.

એ પછી માતાના વિયોગમાં ઝૂરતા બે સિંહબાળ આ જગ્યાની આસપાસ જ કલ્પાંત કરતા હોવાનું કેટલાક લોકોએ જોયું હતું. મોડીસાંજે પોલીસે ખેડૂત સહિત ચારની ધરપકડ કરી હતી.

પ્રેમપરામાં પાંચ સિંહની હત્યાનો બનાવ જેટલો આઘાતજનક છે એનાથી પણ વધુ કરુણતા એ છે કે, વાડીમાલિકે કરેલા વીજ ફેન્સિંગમાં પ્રથમ ત્રણ સિંહણ મૃત્યુ પામી હતી. આ ત્રણેય સિંહણના મૃતદેહને વાડીમાલિક દુર્લભજી વાડદોરિયાએ વાડી ફરતે અલગ અલગ જગ્યાએ ખાડો ખોદી દાટી દીધા હતા. આ ત્રણ સિંહ પૈકી બે સિંહણના બરચા માતાની શોધમાં આક્રંદ કરતા આ જ વિસ્તારમાં ભટકતા હતા.

માતાના વિયોગમાં આકુળ વ્યાકુળ થયેલા બન્ને સિંહબાળ ઘટનાસ્થળ નજીક આવતા ગંધ પારખી જે જગ્યાએ માતાને દાટી હતી ત્યાં આસપાસમાં જ ઘુમરી મારતા કેટલાક ગ્રામજનોએ પ્રત્યક્ષ નિહાળ્યું હતું. જો કે, બે-ત્રણ દિવસથી આ બન્ને બરચા જોવા મળ્યા ન હતા.

બાદમાં લાપતા બનેલા પાંચેય

સાવજોના સગડ મેળવવા વનઅધિકારીઓએ આ વિસ્તારમાં તપાસ કરતા ઉકત હકીકત જાણવા મળી હતી. આ હકીકતના આધારે વાડીમાલિક દુર્લભજીની પૂછપરછ કરતા વનઅધિકારીઓને શંકા ગઇ હતી. બાદમાં ઉલટ તપાસમાં તેણે બે સિંહબાળ અને ત્રણ સિંહણની હત્યાની સિલસિલાબંધ વિગતો કબૂલી હતી.

આ ઘટના બહાર આવ્યા બાદ પોલીસે પણ મોડીસાંજે પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી અને આરોપી ખેડૂત સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ચકચારી બનાવના પગલે આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ભારે અરેરાટીની લાગણી પ્રસરી જવા પામી છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/20/0710200001_lioness_cub_death.html

No comments: