શિવસેના અને ગૌરક્ષાદળના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
કેરીની સિઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે જ અમુક જગ્યા ઉપર કાર્બાઇટથી કેરી
પકવવામાં આવે છે. બાદમાં કાર્બાઇટ જ્યાં-ત્યાં ફેકી દેવામાં અાવે છે. જે
રેઢીયાળ પશુઓ અજાણતા ખાઇ જતા હોવાથી મોત થયાની ઘટનાઓ પણ ભુતકાળમાં બની ચુકી
છે. ત્યારે જ વિસાવદરમાં પણ બે દિવસ પહેલા ઝેરી કાર્બાઇટ ખાવાથી 3
ગૌ-વંશના મોત થયા છે. જેથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શિવસેના તેમજ ગૌરક્ષાદળના કાંધલ પટેલ, ભાવિન પટેલ, પાર્થ પટેલ, અમિત આહિર, ગીરીશ બડેલીયા સહિતનાઓએ મામલતદારને આવેદન આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અનશન ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-041503-1652433-NOR.html
No comments:
Post a Comment