Thursday, May 31, 2018

ખાંભા તાલુકાના ભાડ ઇંગોરાળાની સીમમા બે દિવસ પહેલા મધરાતે

DivyaBhaskar News Network | Last Modified - May 09, 2018, 03:15 AM IST
ખાંભા તાલુકાના ભાડ ઇંગોરાળાની સીમમા બે દિવસ પહેલા મધરાતે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની નજર સામે જ ત્રણ શિકારીઓએ...
ખાંભા તાલુકાના ભાડ ઇંગોરાળાની સીમમા બે દિવસ પહેલા મધરાતે

ખાંભા તાલુકાના ભાડ ઇંગોરાળાની સીમમા બે દિવસ પહેલા મધરાતે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની નજર સામે જ ત્રણ શિકારીઓએ દેશી બનાવટની બંદુકમાથી ફાયરીંગ કરી ચિંકારાનો શિકાર કર્યાની ઘટનામા વનતંત્રએ ગઇ મધરાતે મિતીયાળાના એક શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સે અન્ય બે શખ્સોની મદદથી અહી ચિંકારાનો શિકાર કર્યાનુ કબુલ કર્યુ હતુ. શિકારી અંગે બાતમી મેળવવા વનવિભાગનો સ્ટાફ ભેંસની લે-વેચના દલાલ બની ગામમા ફર્યા હતા.

વનતંત્રને આખરે બંદુકના ભડાકે ચિંકારાનો શિકાર કરનાર ત્રણેય શખ્સોની ઓળખ મળી છે અને તે પૈકી એક શખ્સને ઝડપી લેવામા આવ્યો છે. તંત્રે સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામે બાતમીના આધારે સંજય અમુ દેલવાડીયા નામના શખ્સના ઘરે ધસી જઇ વનતંત્રએ તેની ધરપકડ કરી હતી.

અગાઉ શિકારીઓ મિતીયાળા પંથકના હોવાની વનતંત્રને જાણકારી મળી હતી પરંતુ ગામમાથી સરળતાથી બાતમી મળે તેમ ન હોય વનવિભાગના કર્મચારીઓ ભેંસની લેવેચના દલાલ બની મિતીયાળામા પહોંચ્યા હતા અને સંજય દેલવાડીયા ઘરે છે કે નહી તેની બાતમી મેળવી હતી. અહી બાદમા મધરાતે તેને ઘરમાથી જ દબોચી લીધો હતો. તેણે ચિંકારાનો શિકાર કર્યાનુ કબુલ પણ કરી લીધુ હતુ. તેણે એવુ પણ કબુલ કર્યુ હતુ કે તેઓ પ્રથમવાર જ શિકાર કરવા માટે નીકળ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-031503-1658721-NOR.html

No comments: