કેશોદ તાલુકાનાં મોટી ઘંસારી સીમની જમીન અપાઈ છે
મોટી ઘંસારી ગામના રહેવાસી હરીભાઇ મેનપરા કિસાન સંઘના મંત્રી છે. 17 વર્ષ પહેલાં તેઓ જ્યારે પહેલાં ગામના ઉપસરપંચ હતા ત્યારે માેટી ઘંસારીની 50 વીઘા ગાૈચરની જમીન જંગલ ખાતાને સાેંપી દેવાઇ હતી. પરંતુ આજ સુધી આ જમીન પર એકપણ વૃક્ષ જાેવા ન મળતાં તેમણે આરટીઆઇ હેઠળ 10 વર્ષનાં ખર્ચની માહિતી માંગી હતી. જેમાં તેમણે માત્ર 2011-12 અને 2016-17ની જ માહિતી અપાઇ હતી. જેમાં આ જમીન પર જુદા જુદા નિંદામણ, નવા રાેપા વાવવા, મજુરી કામ જેવા ખર્ચાઓ ઉધારવામાં આવ્યા હતા. 17 વર્ષ બાદ આજે 17 વર્ષની ઉંમરનું એકપણ વૃક્ષ અહીં જોવા નથી મળતું. તો ડ્રીપ ઇરીગેશનની પાઇપ લાઇનો પણ કટકા થયેલી હાલતમાં જમીનમાં ઘરબાયેલી દેખાય છે. અહીં લોખંડનો કાંટાળો નવો તાર ખાડા ખોદી જમીનમાં ધરબી દેવામાં આવ્યો છે. જેથી તારની નવી ખરીદી કરવી કરી શકાય અને નવો ખર્ચો પણ ઉભાે કરી શકાય. માત્ર ખાડાઓ કરી અને અન્ય વધારાનાં ખર્ચાઓ ઉધારાતા હોવાનું હરીભાઇનાં ધ્યાને આવતાં તેમણે ભ્રષ્ટાચારની શક્યતા સાથે રેન્જ ફોરેસ્ટ આેફીસ જૂનાગઢ ખાતે આ બાબતે અવારનવાર રજુઆતો કરી હતી. અને ડે. કલેક્ટરને સંબાેધી આવેદનપત્ર પણ આપ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035003-1610659-NOR.html
No comments:
Post a Comment