Thursday, May 31, 2018

સાવરકુંડલાનાં મિતીયાળા અભ્યારણ્ય નજીક લાપાળાના ડુંગરમાં દવ લાગ્યો

 DivyaBhaskar News Network | Last Modified - May 26, 2018, 02:00 AM IST
વનવિભાગના સ્ટાફે દોડી જઇ દવને કાબુમાં લીધો છતાં 10 હેકટરમાં ઘાસ બળી ગયું
સાવરકુંડલાનાં મિતીયાળા અભ્યારણ્ય નજીક લાપાળાના ડુંગરમાં દવ લાગ્યો
સાવરકુંડલાનાં મિતીયાળા અભ્યારણ્ય નજીક લાપાળાના ડુંગરમાં દવ લાગ્યો
સાવરકુંડલા તાલુકાના મિતિયાળા અભ્યારણ્ય નજીક આવેલા મોમાઈ મંદિર અને લાપાળાના ડુંગરમાં વહેલી સવારે આકસ્મિક કારણોસર દવ ભભુકી ઉઠયો હતો. જેને પગલે વનવિભાગનો સ્ટાફ અહી તાબડતોબ દોડી આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ દવને કાબુમા લીધો હતો.

દવની ઘટનાથી સાવરકુંડલા વનતંત્ર દોડતું થયું હતું. અમરેલી ડી.સી.એફ.શકીરાના માર્ગદર્શન તળે વનવિભાગના કર્મીઓએ દવને બે કલાકમાં કાબુ મેળવી લીધો હતો. મિતિયાળા અભ્યારણ સહિત આસપાસના વિસ્તારોમાં સિંહો સાથે વન્યપ્રાણીઓનો વસવાટ વધુ હોવાથી સાવરકુંડલા વનવિભાગે ભારે સતર્કતા સાથે દવને ઓલવવા જહેમત ઉઠાવી હતી.

ફોરેસ્ટર પ્રતાપભાઈ ચાંદુ સાથે વનવિભાગના કર્મીઓ જોડાઈને વહેલી સવારે સાડા ચારે લાગેલ દવને બે કલાકમાં કાબુ મેળવી લીધો હતો. છતાં 10 હેકટર જેટલું ઘાસ બળીને ખાક થઇ ગયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. વનવિભાગ જો સતર્કતા દાખવી ન હોત તો આ દવ વધુ વિકરાળ બનીને વધુ નુકશાન થવાની સંભાવનાઓ વચ્ચે સાવરકુંડલા રેન્જના વનકર્મીઓએ દવ પર કાબુ મેળવી લીધો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1797458-NOR.html

No comments: