Thursday, May 31, 2018

અમરેલીનાં આભમાંથી અગન વરસાદ, સા.કુંડલા પંથકમાં વાદળો વરસ્યા

Bhaskar News, Amreli | Last Modified - May 28, 2018, 02:08 AM IST
પારો 44 ડીગ્રીને વટોળી ગયો તો સાવરકુંડલાનાં થોરડીથી જાબાળ સુધી ઝાપટા વરસ્યા

સાવરકુંડલાનાં થોરડીથી જાબાળ સુધી ઝાપટા વરસ્યા
સાવરકુંડલાનાં થોરડીથી જાબાળ સુધી ઝાપટા વરસ્યા
અમરેલી: અમરેલી જિલ્લામાં આજે વાતાવરણનું બહુરૂપ જોવા મળ્યું હતું એક તરફ અકળાવનારી ગરમીથી લોકો તોબા પોકરી ગયા છે. ત્યારે જ કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં 15 મિનિટ સુધી ઝાપટા વરસી પડતા સતાવાર ચોમાસા પહેલા જ વરસાદે આગમનની છડી પોકારી હતી. સા.કુંડલાનાં જાબાળ, થોરડી અને આંબરડી જેવા વિસ્તારોમાં મેઘરાજાએ છમકલુ કર્યું હતું. અમરેલી પંથકમા ઓણસાલ ઉનાળો અતિ કપરો જોવા મળી રહ્યો છે. અહી સતત તાપમાન ઉંચકાયેલુ જ રહેતુ હોય કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયાં છે.
સાવરકુંડલાનાં થોરડીથી જાબાળ સુધી ઝાપટા વરસ્યા
આજે પણ શહેરનુ મહતમ તાપમાન 44.6 ડિગ્રી નોંધાતા જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય તેવો લોકોએ અહેસાસ કર્યો હતો. આગ ઝરતી ગરમીને પગલે બપોરે જાણે માર્ગો પર કુદરતી કફર્યુ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ઓણસાલ ઉનાળામા અનેક દિવસો એવા રહ્યાં છે કે જયારે અમરેલી શહેરનુ મહતમ તાપમાન રાજયમા સૌથી ઉંચુ નોંધાયુ છે. હજુ થોડા દિવસ પહેલા ગરમીનો પારો છેક 44.7 ડિગ્રી પર પહોંચી ગયો હતો જે સિઝનનુ પણ સૌથી ઉંચુ તાપમાન રહ્યું હતુ. છેલ્લા કેટલાક દિવસોથી તો ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચો ઉતરતો જ નથી. આકરી ગરમી અને લુ ફુંકાતા લોકો પરસેવે રેબઝેબ બની રહ્યાં છે.
15 મિનિટ માટે વરસાદી ઝાપટું
એક તરફ અમરેલી પંથકમા સુર્યનારાયણ આગ ઓકી રહ્યાં છે. આકાશમાથી અગનવર્ષા થઇ રહી છે અને પારો 44 ડિગ્રીને પાર છે તેની વચ્ચે આજે બપોરબાદ વાતાવરણમા બદલાવ આવ્યો હતો. અમરેલી પંથકમા મોડી સાંજે આકાશમા વાદળો ચડી આવ્યા હતા. સાવરકુંડલા પંથકમા થોરડીથી લઇ જાબાળ અને આંબરડી સુધીના વિસ્તારમા બપોરબાદ હળવો વરસાદ પડયો હતો. 15 મિનીટ સુધી અહી ઝાપટુ વરસી જતા રોડ પરથી પાણી વહેવા લાગ્યા હતા અને વાતાવરણમા ઠંડક પ્રસરતા અકળાવનારી ગરમીમાથી લોકોએ રાહત મેળવી હતી.
શહેરનું તાપમાન 44.6 ડિગ્રી

ચોમાસુ માથે છે ત્યારે પ્રથમ વખત આ વિસ્તારમા વરસાદ પડતા અને આકાશમા વાદળો છવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ વિસ્તારમા આજે વરસાદ સાથે ભારે પવન પણ ફુંકાયો હતો. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 44.6 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 28.7 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 67 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 13.2 કિમીની નોંધાઇ હતી. આજે તો બપોરના સુમારે જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. બળબળતા તાપને પગલે માર્ગો પર લોકોની ચહલપહલ ઓછી જોવા મળી હતી.
 તસવીર- જયદેવ વરૂ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-rain-fall-for-twenty-minutes-in-savar-kundla-gujarati-news-5882027-PHO.html?seq=3

No comments: