બે કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ કાબુ મેળવાયો, જાનહાની ટળી, રહસ્ય અકબંધ
આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ, ઊનાના દેલવાડા રેલ્વે સ્ટેશનની નજીક આવેલ નર્સરીમાં સોમવારે 4 વાગ્યાના અરસામાં આગ લાગી હતી અને ધીમે-ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જે રેલ્વે સ્ટેશન તરફ આગળ વધતી હોવાથી રેલ્વે તંત્ર દ્વારા જૂનાગઢ-દેલવાડા ટ્રેનને રેલ્વે સ્ટેશનથી થોડા કિમી દૂર 2 કલાક સુધી અટકાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત નર્સરીમાં રહેલ વૃક્ષો તેમજ આસપાસના વિસ્તારોમાં વર્ષો જુના વૃક્ષોનો સોથ વળી ગયો હતો. તેમજ નર્સરીના તમામ વૃક્ષો બળીને ખાક થઇ ગયા હતાં. આ ઘટનાની જાણ ઊના નગરપાલિકાના ફાયર વિભાગને થતાં ઇર્ષાદભાઇ, સંદિપભાઇ વાજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે, સુકાયેલા વૃક્ષો અને ગરમીના લીધે આગ દૂર-દૂર સુધીના વિસ્તારોમાં પથરાઇ ગઇ હતી.
તેમ છતાં ફાયર વિભાગના સ્ટાફે બે કલાક પાણીનો મારો ચલાવી આ આગને કાબુમાં લીધી હતી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે કયા કારણોથી આગ લાગી તે જાણી શકાયું ન હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-043503-1652434-NOR.html
No comments:
Post a Comment