Thursday, May 31, 2018

ગીરકાંઠાના ગામોમા અવારનવાર જંગલ વિસ્તારમાથી સાવજો શિકારની શોધમા છેક

DivyaBhaskar News Network | Last Modified - May 06, 2018, 02:00 AM IST
ગીરકાંઠાના ગામોમા અવારનવાર જંગલ વિસ્તારમાથી સાવજો શિકારની શોધમા છેક ગામ સુધી ચડી આવે છે. ત્યારે ગતરાત્રીના ધારી તાબાના ડાંગાવદર ગામે પણ ચાર સાવજો આવી ચડયા હતા. અહી સાવજોએ ત્રણ રેઢીયાર પશુઓનુ મારણ કરતા ગ્રામજનોમા ભય ફેલાયો હતો.

સાવજો દ્વારા ત્રણ પશુઓના મારણની આ ઘટના ધારીના ડાંગાવદર ગામે બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ગતરાત્રીના અહી જંગલમાથી ચાર સાવજો શિકારની શોધમા આવી ચડયા હતા. પ્રથમ સાવજોએ અહીની ગ્રામ પંચાયત કચેરી સામે એક રેઢીયાર વાછરડાનુ મારણ કર્યુ હતુ. બાદમા પાદરમા એક પશુને ફાડી ખાધુ હતુ અને આહિર પ્લોટ નજીક પણ એક મારણ કરી મિજબાની માણી હતી.

સાવજો છેક ગામ સુધી આવી ચડતા ગ્રામજનોમા ભય ફેલાયો હતો. ઘટનાને પગલે અહી વનવિભાગનો સ્ટાફ પણ દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીફ છે કે ગીરકાંઠાના ગામોમા અવારનવાર સાવજો શિકારની શોધમા છેક ગામ સુધી આવી ચડે છે. અને ગામમાં રખડતા ઢોર તેમજ માલધારીઓનાં પશુઓનું મારણ કરી રહ્યા છે.ત્યારે પશુપાલકોને પણ આર્થિક નુકસાની ભોગવવી પડે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1628635-NOR.html

No comments: