Thursday, May 31, 2018

ગિરનાર પર 4 હજાર પગથિયે ગે.કા. બાંધકામનું ડિમોલીશન

DivyaBhaskar News Network | Last Modified - May 25, 2018, 04:20 AM IST
જૂનાગઢનાં ગિરનાર પર્વત પર ગૌમુખી ગંગાની પાછળ 4 હજાર પગથિયે આવેલી આનંદ ગુફામાં ગેરકાયદેસર બાંધકામ થતું હતું. આથી વનવિભાગે તેને જાતે દૂર કરવાની નોટીસ આપી હતી. જોકે, જાતે દબાણ દૂર ન થતાં આખરે વનવિભાગે ગઇકાલથી ગે.કા. બાંધકામ દૂર કરવાની કામગિરી હાથ ધરી છે.

ગિરનાર પર્વત પર 4 હજાર પગથિયે આવેલી આનંદ ગુફા ગોપાલાનંદજી હસ્તકની છે. આ જગ્યામાં એક સાધુ દ્વારા ગેરકાયદેસર બાંધકામ થઇ રહ્યાની રજૂઆત ખુદ ગોપાલાનંદજીએજ 1 માસ પહેલાં વનવિભાગને કરી હતી.

આથી વનવિભાગે ગે.કા. બાંધકામ જાતેજ દૂર કરવાની નોટીસ બાંધકામ કરનારને આપી હતી. જોકે, તેણે જાતે બાંધકામ દૂર નહોતું કર્યું. આથી ગઇકાલે રાત્રિથી વનવિભાગનાં એસીએફ ખટાણાનાં માર્ગદર્શન હેઠળ 35 થી વધુનો સ્ટાફ આનંદ ગુફા પહોંચ્યો હતો. અને ગે.કા. બાંધકામ દૂર કરવાની કામગિરી હાથ ધરી હતી. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-042003-1795852-NOR.html

No comments: