Thursday, May 31, 2018

કૃત્રિમ બીજદાનથી 5112 ગીર વાછરડીનો જન્મ

DivyaBhaskar News Network | Last Modified - Apr 30, 2018, 04:45 AM IST
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં પશુ ઉછેર કેન્દ્રમાં ગીર ગાય અને જાફરાબાદી ભેંસોની સુધારણા અને સંશોધન કાર્ય ગુજરાત સરકાર અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની યોજના એઆઇસીઆરપી હેઠળ થાય છે. આ યોજના હેઠળ ગીર ધણખુંટ અને જાફરાબાદી પાડાનાં થીજવેલ વીર્યનાં કૃત્રિમ બીજદાન માટેનાં ડોઝ જૂનાગઢની સીમેન ફ્રીઝીંગ લેબોરેટરીમાં તૈયાર કરાઇ છે. આ ડોઝ જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં ચાલતાં 11 સેન્ટરોમાં પુરા કરાય છે. આ બીજદાન થકી પશુપાલકોને ત્યાં જે તે જાતની ગાયનું સંવર્ધન થાય છે અને તેની સાથે તેનું દૂધ ઉત્પાદન પણ ઘણું સારું રહે છે.

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં આવેલા સીમેન ફ્રિઝિંગ લેબમાં તૈયાર કરવામાં આવેલા કુત્રિમ બીજદાન માટેના આ ડોઝથી અત્યાર સુધીમાં 5112 ગીર વાછરડીઓ અને 6714 જાફરાબાદી પાડીઓ જન્મેલ છે. જેમાં ગીર વાછરડી તેની માતા કરતાં 27.25 ટકા અને જાફરાબાદી પાડી 19.04 ટકા વધારે દુધ આપેલ છે. જેના થકી ખેડૂતો અને પશુપાલકોને ઘણો ફાયદો થયો હતો અને વધારાની આવક પણ તેમને મળતી થતી હતી.

તાજેતરમાં ખેડૂતોમાં ગીર ગાય સંવર્ધન માટેની સજાગતા લાવવા તાજેતરમાં ખોરાસા (ગીર) ગામે પશુ મેળો અને કાફ રેલીનું આયોજન કરાયું હતું. આ પશુ મેળામાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોએ પણ હાજર રહી પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું. જેનો પશુપાલકો અને ખેડુત ભાઇ-બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી દરમિયાન ખેડૂતોએ ઘણી જાણકારી મેળવી હતી.

નવી પશુપાલન પદ્ધતિ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-044504-1586995-NOR.html?seq=99

No comments: