કનકાઇ મંદિરે ફક્ત મુખ્યમંત્રી નહીં આવે, 108 કુંડી યજ્ઞ સહિતનાં કાર્યક્રમો યથાવત
કનકાઇ મંદિરે પ્રાણીઓનાં કલ્યાણ માટે યોજાનાર 108 કુંડી યજ્ઞમાં હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી નહીં આપે. વનવિભાગે મંજૂરી ન આપતાં આખરે કનકાઇ મંદિર ટ્રસ્ટેજ મુખ્યમંત્રીને કાર્યક્રમમાં ન આવવા વિનંતી કરી હતી.
જોકે, 108 કુંડી નવચંડી યજ્ઞનું આયોજન તો ચાલુજ છે. એ મંદિર સંકુલમાંજ થશે એમ ટ્રસ્ટનાં નરેન્દ્રભાઇ જાનીએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, મુખ્યમંત્રીનાં કનકાઇ ખાતે 108 કુંડી નવચંડી યજ્ઞમાં ઉપસ્થિતીને લઇને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડનાં પૂર્વ સભ્યે વિરોધ નોંધાવ્યો હતો. અને સરકારે જંગલમાં લોકો ઓછા કેવી રીતે જાય એ જોવું જોઇએ એવી વાત કહી હતી. દરમ્યાન નરેન્દ્રભાઇએ રોષભેર જણાવ્યું હતું કે, સાસણમાં અનેક હોટલ-રીસોર્ટસ ગેરકાયદેસર રીતે બની ગયા, કેટલીય ગાડીઓ ચાલે છે. 184 સિંહોનાં અકુદરતી મોત થયાં તેમાં કોઇ કાંઇ નથી કરતું. અને કનકાઇ મંદિર જ બધાને નડે છે.
2015માં આવા જ કાર્યક્રમની મંજૂરી અપાઇ હતી
નરેન્દ્રભાઇએ કહ્યું હતું કે, અગાઉ 2015 માં અને વખતોવખત અમારે ત્યાં યજ્ઞનાં આયોજનો તો થતાંજ હોય છે. જેમાં વનવિભાગ મંજૂરી આપેજ છે. પરંતુ આ વખતેજ મંજૂરી નથી આપી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-054503-1628394-NOR.html
No comments:
Post a Comment