Thursday, May 31, 2018

વનવિભાગ પાસેથી માંગેલી માહિતી નહી આપતા CM અને વનમંત્રીને રજુઆત

DivyaBhaskar News Network | Last Modified - May 23, 2018, 03:40 AM IST
વનવિભાગ પાસેથી માંગેલી માહિતી નહી આપતા CM અને વનમંત્રીને રજુઆત
કેન્દ્ર સરકાર દ્વારા 2005માં એક કાયદો બનાવવામાં આવ્યો છે જેના કારણે ક્યાં બજેટમાં ક્યુ કામ થયું તે સામાન્ય માણસને સાચી હકીકત માહિતી મળી શકે. અહીં રાજુલાના આરટીઆઈ એક્ટિવિટી કાર્યકર અમરાભાઇ વાઘે રાજુલા તાલુકા સામાજિક વનીકરણ રેન્જ આરએફઓની કચેરીમાં તા. 16માર્ચના રોજ તેમના વિસ્તારમાં થયેલા કામ બાબતે માહિતી માંગવામાં આવી છે. તેમ છતાં જવાબદાર બદાર અધિકારી દ્વારા સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં હજુ સુધી તે માહીતી આપવામાં આવી નથી. જેથી કામમાં ભ્રષ્ટાચાર થયાનું લાગી રહ્યું છે. જેથી સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી છે. ઉપરાંત 15 દિવસ પછી માહીતી આપવામાં આવશે તે પ્રકારનો પત્ર આપવામાં આવ્યો છે. અને માહિતીનો ઉલાળ્યો કરી દેવા માં આવ્યો છે. અમરાભાઇ વાઘ આરટીઆઈની એક સંસ્થા ચલાવે છે. ત્યારે આજે ન્યાયની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી, વનમંત્રી સહીતના લોકોને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. રાજુલા વનવિભાગના જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા બાબતે માંગ કરવામાં આવી છે.

આ પ્રકારે સામાન્ય માણસને માહિતી ન મળતા અમરેલી જિલ્લામાં આવેલા આરટીઆઈ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને આ અંગે અમરાભાઇ વાઘ દ્વારા જણાવ્યું હતું કે રાજુલા વનવિભાગ દ્વારા કાયદાનો ઉલાળ્યો કરતા લાગી રહ્યું છે કે ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારના ભોરિંગમાં ફસાયેલા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-034003-1778622-NOR.html

No comments: