DivyaBhaskar News Network | Last Modified - May 26, 2018, 03:40 AM IST
માળિયા પંથકમાં વન્યપ્રાણીનાં હુમલાનાં બનાવ વધ્યાં હુમલો કરી પ્રૌઢને ઘાયલ કર્યા હતાં, તંત્ર ધંધે લાગ્યું ...
માળિયાહાટીનાનાં બોડી ગામે ગુરૂવારે દીપડીએ પ્રૌઢને ઘાયલ કરી દીધા બાદ વનતંત્રએ દીપડીને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું પરંતુ દીપડી બચ્ચા સાથે અજાબ તરફ નાસી જતાં વનતંત્ર તેને પકડવા ધંધે લાગ્યું છે. માળિયાહાટીના તાલુકાનાં બોડી ગામે ગુરૂવારે દીપડીએ પ્રૌઢ પર હુમલો કરી તેમને ઘાયલ કરી દીધા હતાં. આ ઘટનાને પગલે વનતંત્રનાં સ્ટાફે બોડી ગામે પાંજરૂ ગોઠવી દઇ આખો દિવસ ગામમાં જ પડાવ નાંખ્યો હતો. પરંતુ ચાલાક દીપડીને ગંધ આવી જતાં પોતાનાં બચ્ચા સાથે અજાબ તરફ નાસી ગઇ હોવાનું આરએફઓ એચ.વી. શીલુએ જણાવ્યું હતું. આ દીપડીનું લોકેશન મેળવવા વનતંત્રનાં સ્ટાફે અજાબ વિસ્તારમાં દોડતું થયું છે અને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે. માળિયાહાટીના પંથકનાં ઘણા ગામો જંગલ બોર્ડર નજીક આવેલા હોય માલ-ઢોરનાં મારણનાં બનાવો તો બનતા રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-034003-1803739-NOR.html
No comments:
Post a Comment