કુદરતી બક્ષીસ
DivyaBhaskar News Network | Updated - Feb 10, 2019, 02:01 AM
જૂનાગઢનાં ભવનાથમાં આજે બર્ડ વોચીંગનાં
શોખીનોને પક્ષીઓની ઓળખ કેવી રીતે કરવી અને તેનો અવાજ કેવી રીતે કરવો તેમજ
સાથે તેની ખાસિયતો કેવી હોય છે તેની થિયરી અને પ્રત્યક્ષ તાલીમ આપતો
વર્કશોપ શરૂ થયો છે. જૂનાગઢની વસુંધરા નેચર ક્લબ દ્વારા અમરેલીનાં જાણીતા પક્ષીઓ પર સંશોધન કરતા વિરલ જોષીના બે દિવસીય વીઝ્યુઅલ અને પ્રેક્ટિકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પુનિત આશ્રમ ખાતે આવતીકાલે બપોર સુધી આ વર્કશોપ ચાલશે. જેમાં આજે પ્રકૃતિનાં ખોળે જુદા જુદા પક્ષીઓનો અવાજ કેવી રીતે ઓળખવો અને તેનું મોબાઇલ અથવા ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી રેકોર્ડીંગ કેવી રીતે કરવું સાથે તેમાંથી બીજા અવાજોનું ડીસ્ટર્બન્સ કેવી રીતે દૂર થઇ શકે તેની પ્રેક્ટિકલ તાલીમ અાપવામાં આવી હતી.
આ તકે વિરલ જોષીએ જણાવ્યું હતું કે, પક્ષીઓ પોતાની દરેક ક્રિયાઓ વખતે જુદા જુદા અવાજ કાઢે છે. જો કોઇ પક્ષીને ઉડવું હોય તો તેનો ફ્લાય કોલ, તો મેટીંગ માટે માદાને મનાવવાનો ક્વોરશીપ કોલ હોય, એ રીતે માળામાં રહેલા બચ્ચાં ખોરાક માટે બેગીંગ કોલ આપે છે. એકજ પ્રજાતિનાં પક્ષીઓ આ રીતે બધી ક્રિયાઓ માટે જુદા જુદા અવાજો કાઢે છે. તો વળી કોઇ શિકારી પક્ષી અથવા સાપથી બચવા માટે એલાર્મ કોલ પણ પક્ષીઓ એકબીજાને આપતા હોય છે. માત્ર પોતાની જ પ્રજાતિને નહીં, મોર જેવા પક્ષી તો સિંહ-દિપડા જેવા પ્રાણીઓની હાજરી હોય ત્યારે આવો એલાર્મ કોલ ચિત્તલ અને વાંદરા જેવા પ્રાણીઓને પણ આપે છે.
એક પ્રજાતિનું પક્ષી તો ખીસકોલી જેવો અવાજ કાઢે
આપણે ત્યાં નાનો ચંડુલ તરીકે ઓળખાતું પક્ષી પોતાના એક ગીત વખતે જુદા જુદા 24 પ્રજાતિનાં પક્ષીઓનાં અવાજની મિમિક્રી કરે છે. તેમાં તે ખિસકોલી સુદ્ધાંનો અવાજ કાઢે છે. તો દૈયડ પક્ષીનો અવાજ સાંભળવા માટે ખુબજ સુંદર હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-little-chandal-bird-mimics-the-sound-of-another-24-birds-020131-3862606-NOR.html
No comments:
Post a Comment