સિંહણે માતા બની દીપડાના બચ્ચાનું રક્ષણ કર્યુ
ગીર:છેલ્લા 45 દિવસથી સિંહણ તેના દુશ્મન ગણાતા દીપડાના બચ્ચાનું વાત્સલ્યપૂર્ણ રીતે પાલન કરી રહી હતી. જે દીપડાના બચ્ચાનું મોત થયું છે. આ દીપડાનું બચ્ચુ છેલ્લા ઘણા દિવસથી Congenital Femoral Hernia નામની બિમારીથી પીડાઈ રહ્યું હતું. સિંહ પરિવાર સાથે 45 દિવસ સુધી દીપડાનું બચ્ચુ રહ્યું તે સૌથી આશ્ચર્યજનક ઘટનામાંથી એક છે.
સિંહણે માતા બની દીપડાના બચ્ચાનું રક્ષણ કર્યુ
1.સામાન્ય
રીતે સિંહ અને દીપડા એક સાથે રહેતા નથી. સિંહ દીપડાને દુશ્મન ગણે છે. ગીર
જંગલમાં અવાર નવાર સિંહ સિંહણ દીપડાને મોતને ઘાટ ઉતારતા હોવાના બનાવ સામે
આવે છે. પરંતુ 45 દિવસથી એક દીપાડાનું બચ્ચુ સિંહ પરિવાર સાથે ઉછરી રહ્યું
હતું તે એક મોટી વાત છે. એક રક્ષા નામની સિંહણ પોતાના ત્રણ માસના બે બચ્ચા
સાથે દુશ્મન ગણાતા દીપડાના બચ્ચાને રાખી તેની પણ માતા બની વાત્સલ્ય પૂર્વક
તેનું પાલન પોષણ કર્યું હતું. આ સિંહણે અન્ય પ્રાણીઓથી પણ દીપડાના બચ્ચાનું
રક્ષણ કર્યુ હતું. તે પોતાના બચ્ચાની સાથે જ તેને પાણી પીવા પણ લઈ જતી હતી
અને સ્તનપાન પણ કરાવતી હતી.
સિંહણ સાથે 45 દિવસ સુધી દીપડાનું બચ્ચુ રહ્યું
2.જ્યારે આ
સમગ્ર ઘટના અંગે વનવિભાગને જાણ થઈ હતી ત્યારે પહેલા 4-5 દિવસ વન વિભાગ
દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું અને તેનું વીડિયો શૂટિંગ અને ફોટોગ્રાફી
પણ કરવામાં આવી હતી. જેમાં દીપડાનું આ બચ્ચુ જાણે સિંહણનું બચ્ચુ હોય તેમ
સહજતા પૂર્વક તેના સાથે જોવા મળ્યું હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-leopards-cubs-with-lion-family-in-gir-today-died-leopards-cub-gujarati-news-6021940.html
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-leopards-cubs-with-lion-family-in-gir-today-died-leopards-cub-gujarati-news-6021940.html
No comments:
Post a Comment