Divyabhaskar.com | Updated - Feb 19, 2019, 11:23 AM
ખાંભા:તુલસીશ્યામ રેન્જનાં કોઠારીયા રાઉન્ડમાં કોહવાયેલી
હાલતમાં 9 વર્ષનાં સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ સિંહનો મૃતદેહ એટલા
અંશે કોહવાયેલો હતો કે, વન વિભાગને સિંહના મૃતદેહમાંથી 4-5 નખ મળી આવ્યા
હતા. જ્યારે બાકીના 13 જેટલા નખ આજદિન સુધી મળ્યા નથી. વન વિભાગના ઉચ્ચ
અધિકારીઓએ સિંહના મોતની તપાસ ચાલુ કરી છે અને કોઠારીયા રાઉન્ડના એક
ફોરેસ્ટર અને 5 ગાર્ડ પાસે ખુલાસા માંગ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે
કે સિંહના મૃતદેહ મળ્યા તે દિવસે જંગલમાં ક્યાં હતાં અને સિંહના અવલોકન કેમ
નોંધાવ્યા નથી.
- ખાંભા-તુલસીશ્યામ રેન્જમાંથી સિંહનો મૃતદેહ મળ્યો હતો
ખાંભા:તુલસીશ્યામ રેન્જનાં કોઠારીયા રાઉન્ડમાં કોહવાયેલી
હાલતમાં 9 વર્ષનાં સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ સિંહનો મૃતદેહ એટલા
અંશે કોહવાયેલો હતો કે, વન વિભાગને સિંહના મૃતદેહમાંથી 4-5 નખ મળી આવ્યા
હતા. જ્યારે બાકીના 13 જેટલા નખ આજદિન સુધી મળ્યા નથી. વન વિભાગના ઉચ્ચ
અધિકારીઓએ સિંહના મોતની તપાસ ચાલુ કરી છે અને કોઠારીયા રાઉન્ડના એક
ફોરેસ્ટર અને 5 ગાર્ડ પાસે ખુલાસા માંગ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે
કે સિંહના મૃતદેહ મળ્યા તે દિવસે જંગલમાં ક્યાં હતાં અને સિંહના અવલોકન કેમ
નોંધાવ્યા નથી.
વન વિભાગે હજુ સુધી FRO દાખલ નથી કરી
1.સિંહ એ
સેડ્યુલ વનમાં આવતું પ્રાણી હોવા છતાં વન વિભાગ દ્વારા આજ દિન સુધી
એફ.આર.ઓ. ફાડ્યો નથી અને કાયદાનો દુરપયોગ કર્યો હોવાનું સિંહ પ્રેમીઓ જણાવી
રહ્યા છે.
6 મહિના પહેલા પણ સિંહણનો મૃતદેહ મળ્યો હતો
2.વનવિભાગને
6 મહિના પહેલા પણ સાવરકુંડલા રેન્જનાં મિતિયાળા અભ્યારણ્યમાં એક કોલર આઈડી
સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો અને જે સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો તે
અવશેષો શોધવા મુશ્કેલી થઈ હતી. અને કોલર આઈડી અન્ય જગ્યાએથી મળી આવ્યો હતો
અને આ સિંહણનો મૃતદેહ કોલર આઈડીના લોકેશન આધારે મળ્યાં હતાં.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-forest-department-not-found-nail-of-lion-still-date-in-khambha-gujarati-news-6024657.html

No comments:
Post a Comment