- રહેણાકીય તળાવ વિસ્તારમાં 5 સિંહ પરિવારનો વસવાટ
- દરિયાઇ કાંઠા વિસ્તારના ખેતરમાં એરંડાના વાવેતર પાસેથી મૃતદેહ મળ્યો
ઊના:દરીયાઇ કિનારે આવેલા સૈયદ રાજપરા ગામના રહેણાંકીય
વિસ્તારમાં 5 સિંહ પરિવારનું ટોળુ રહેતુ હોય છે. જેમાંથી એક સિંહનો
શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા SCF સહિતનો સ્ટાફે સ્થળે પહોંચી
વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. આ સિંહનાં ગ્રૃપને માણેકપુર તરફના
રસ્તે જતા લોકોએ નિહાળ્યા હતા. એરંડાનું વાવેતર હોય તેમાંથી પસાર થયા બાદ
તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
સિંહનાં મોતનું ઘુંટાતુ રહસ્યઊના:દરીયાઇ કિનારે આવેલા સૈયદ રાજપરા ગામના રહેણાંકીય વિસ્તારમાં 5 સિંહ પરિવારનું ટોળુ રહેતુ હોય છે. જેમાંથી એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા SCF સહિતનો સ્ટાફે સ્થળે પહોંચી વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. આ સિંહનાં ગ્રૃપને માણેકપુર તરફના રસ્તે જતા લોકોએ નિહાળ્યા હતા. એરંડાનું વાવેતર હોય તેમાંથી પસાર થયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઊના વનવિભાગનાં કર્મચારી ભાવસિંગ સોલંકી સહિતના કર્મીને જાણ થતા જશાધાર આરએફઓ તેમજ ધારીના એસસીએફ એન.જી. પરમારે મૃતદેહનો કબ્જો લઇ તેના મોતનુ કારણ શોધવા તપાસ હાથ ધરી છે. સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વનતંત્રનાં અધિકારીઓ અને સ્ટાફ પણ દોડતા થઈ ગયા છે.વનવિભાગના અધિકારીઓ સિંહના મોત પાછળ ઇનફાઇટની ઘટના હોવાનું જણાવી મોતનું સાચુ કારણ બતાવવા મગનું નામ મરી પાડતા આ સિંહના મોતનું રહસ્ય ઘુંટાઇ રહ્યુ છે. દોઢ વર્ષ પહેલા દીપડાનાં મોતનું રહસ્ય પણ હજુ અકબંધ હોવાનું જાણવા મળે છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-another-suspected-death-of-a-lion-found-dead-in-the-farm-in-syed-rajpura-of-una-gujarati-news-6027471-NOR.html
No comments:
Post a Comment