રાજુલાના ખેરામા ભુંડનો શિકાર સિંહણને ભારે પડી ગયો : જંગલમાં મુકત કરાશે
DivyaBhaskar News Network | Updated - Feb 11, 2019, 03:20 AM
અમરેલી જિલ્લામા ગીરકાંઠાના ખુલ્લા કુવાઓ સાવજ
માટે જોખમી છે. પરંતુ હવે તો સાવજો ગીરથી દુરદુરના પ્રદેશોમા પણ વસી
રહ્યાં છે અને આ દુરના પ્રદેશોના ખુલ્લા કુવાઓ પણ જોખમી સાબિત થઇ રહ્યાં
છે. રાજુલાના દરિયાકાંઠે આવેલા ખેરા ગામની સીમમા ભુંડનો શિકાર કરવા પાછળ
દોડેલી સિંહણ ભુંડ સાથે જ 20 ફુટ ઉંડા કુવામા ખાબકી હતી. સિંહણે ભુંડને
કુવામા જ મારી નાખ્યું હતુ. વનવિભાગે સવારે અહી દોડી જઇ સિંહણને સહી સલામત
બહાર કાઢી હતી. દરિયાકાંઠાના રાજુલા તાલુકાના ખેરા ગામની સીમમા કુવામા ખાબકેલી સિંહણને આજે સવારે રેસ્કયુ ઓપરેશન કરી બહાર કાઢી લેવામા આવી હતી. ખેરાની સીમમા નવઘણભાઇ ગુજરીયાની માલિકીના વાડામા 20 ફુટ ઉંડો કુવો આવેલો છે. દરિયાકાંઠાના આ વિસ્તારમા પણ સાવજોનો વસવાટ છે. રાત્રીના સમયે એક સિંહણ ભુંડનો શિકાર કરવા માટે તેની પાછળ દોડી હતી. જો કે સિંહણથી બચવા ભાગેલુ ભુંડ નવઘણભાઇના કુવામા ખાબકયુ હતુ. અને તેની પાછળ પાછળ સિંહણ પણ કુવામા ખાબકી હતી. સવારે જયારે વાડી માલિકને કુવામા સિંહણ અને ભુંડ હોવાની જાણ થઇ ત્યારે તેણે વનવિભાગને જાણ કરી હતી. જેને પગલે વનવિભાગનો સ્ટાફ અહી તાબડતોબ રેસ્કયુ ઓપરેશન માટે દોડી આવ્યો હતો. આ કુવામા જો કે પાણી ન હતુ પરંતુ બે ફુટ જેટલો કિચડ હતો. જેથી વનતંત્રને રેસ્કયુ ઓપરેશનમા કોઇ ખાસ વિશેષ તકલીફ પડી ન હતી. એકાદ કલાકની જહેમત બાદ અહી વનતંત્ર દ્વારા સિંહણને સલામત રીતે બહાર કાઢી પાંજરે પુરવામા આવી હતી અને ભુંડનો મૃતદેહ પણ બહાર કાઢયો હતો. અહી વનવિભાગની કામગીરી નીહાળવા માટે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ગામ નજીક આ રીતે સિંહણના આંટાફેરાથી લોકોમા ફફડાટ પણ ફેલાયો છે.
સિંહણને સવારમાં રેસ્કયું કરી બચાવી લેવાઇ. તસવીર- કે .ડી.વરૂ
કુવામાં સિંહણે ભુંડને મારી નાખ્યું
ભુંડની પાછળ પાછળ સિંહણ પણ કુવામા ખાબકી હતી અને બંને અહી કાદવમા પડયા બાદ પણ સિંહણે ભુંડના રામ રમાડી દીધા હતા. જો કે પોતે અંદર ફસાઇ ગયાનો અહેસાસ થતા ગભરાયેલી સિંહણ ભુંડને ખાઇ શકી ન હતી.
સિંહણને કોઇ ઇજા થઇ નથી- આરએફઓ
સ્થાનિક આરએફઓ રાજલ પાઠકે જણાવ્યું હતુ કે આ ઘટનામા સિંહણને કોઇ ઇજા પહોંચી નથી. બાબરકોટ નર્સરી ખાતે તેની આરોગ્ય ચકાસણી કરી જંગલમા પુન: મુકત કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-lioness-running-behind-midnight-hunts-loses-20-feet-in-deep-hole-rescue-032021-3870420-NOR.html
No comments:
Post a Comment