આયુર્વેદમાં ઉત્તમ
DivyaBhaskar News Network | Updated - Feb 23, 2019, 04:46 AM
આયુર્વેદમાં 7 પ્રકારની હરડે વ્યાખ્યાયિત
કરવામાં અાવી છે. જેમાં વિજયા હરડે સૌથી ઉત્તમ ગણાવાઇ છે. આયુર્વેદનાં
ગ્રંથોમાં વિજયા હરડેનાં ઉલ્લેખ સાથે જે ટીપ્પણી આપવામાં અાવી છે તેમાં
દર્શાવાયું છે કે, આ હરડે ફક્ત ગિરનાર ક્ષેત્રમાંજ જોવા મળે છે. એમ
આયુર્વેદિક કોલેજનાં ડો. પ્રણવ ત્રિવેદી કહે છે. તેઓ વધુમાં ઉમેરે છે કે, હરડે વનસ્પતિ તરીકે લેટિન નામ ટર્મીનાલીયા શેબુલા છે. જે બધા પ્રકારની હરડેને લાગુ પડે. તેનો ઉપયોગ સામાન્ય રીતે વિરેચન માટે થતો હોય છે. પણ જો તેને સાકર, ગરમ પાણી, મધ, ઘી, વગેરે જુદી જુદી વસ્તુઓની સાથે લેવામાં આવે તો દરેક વસ્તુ સાથે તેના ઉપયોગનો પ્રકાર બદલી જાય છે. પ્રત્યેક સાથે તેની અસર જુદી જુદી હોય છે. ગિરનાર જંગલમાં તેના વૃક્ષો બહુ ઓછા છે એ વાત ચારેક વર્ષ પહેલાં અમે જ્યારે શિબીર યોજી હતી એ વખતે ધ્યાનમાં આવી હતી. ગિરનારની જમીન, આબોહવા, પાણી, જમીનનાં તત્વો, વગેરેને લઇને અહીં ઉગતી હરડેનો પ્રકાર વિજયા અને તે શ્રેષ્ઠ હોવાનું કહેવાયું છે.
હરડેનાં વૃક્ષની ખાસિયતો
- વૃક્ષની ઉંચાઇ 9 થી 20 મીટર
- થડ ભૂરા-કાળા રંગનું અને તેની છાલ ખરબચડી હોય છે.
- શાખાઓ અનેધ અને ડાળીઓ લટકતી હોય છે.
- તેના પાંદડા વચ્ચે લીલાશ પડતા સફેદ રંગની નસ હોય છે. કુમળા પાન રતાશ પડતા રંગનાં સૂક્ષ્મ રૂંવાટીવાળા હોય છે.
- તેના ફૂલ ક્રીમ-સફેદ કે આછા પીળા રંગના હોય છે.
- કાચી હરડે લીલા રંગની અને પાકે ત્યારે ભૂરા કાળાશ પડતા રંગની થાય છે.
- કાચી હરડે ખરીને સુકાય તેને હિમેજ કહેવાય છે. જ્યારે મોટી પરિપકવ હોય તેને સુરવારી કહેવાય છે.
- તેના ફળ જુન અને ડિસેમ્બર માસમાં આવે છે.
(સંદર્ભ : ગિરનારનાં વૃક્ષો, વનવિભાગ)
ફળનો ઉપયોગ
દવા તરીકે તે વિરેચનનું કાર્ય કરે છે. એ સિવાય તે આંતરડાને પણ બળવાન બનાવે છે. ઉપરાંત મૃત પશુના ચામડાંને નરમ, મજબૂત બનાવવામાં તેનું પાણી વપરાય છે.
લાકડાંનો ઉપયોગ
હરડેનાં લાકડાંનો ઉપયોગ ફર્નીચર, મકાન બાંધવા અને ખેતીનાં અોજારો બનાવવામાં થાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-vijaya-harade-grows-up-only-in-girnar-but-also-extends-to-extinction-044625-3968009-NOR.html
No comments:
Post a Comment