આંબાવાડીમાં નાની કેરીની બાજૂમાં જ ફૂટી રહેલી આંમ્રમંજરી જોવા મળી રહી છે. જિતેન્દ્ર માંડવિયા | તાલાલા (ગીર) | ગીર...
DivyaBhaskar News Network | Updated - Feb 18, 2019, 03:30 AM
આંબાવાડીમાં નાની કેરીની બાજૂમાં જ ફૂટી રહેલી આંમ્રમંજરી જોવા મળી રહી છે. જિતેન્દ્ર માંડવિયા | તાલાલા (ગીર) | ગીર પંથક જ નહીં સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં આંબાવાડીઓમાં મોરની ફૂટ જેવા મળી રહી છે. કેરીના પાક માટેના મોર છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ ફૂટ આ વર્ષે જોવા મળી રહી છે. હાલમાં વિક્રમજનક મોરની ફૂટ છતાં કેટલાય તજજ્ઞો કેરીના ઉત્પાદનનો અંદાજ માંડી શકતા નથી.
રાજ્યમાં કેરીના પાક માટેના આમ્રમંજરી 10 વર્ષમાં સૌથી વધુ આ વર્ષે ફૂટી છતાં ખેડૂતો ક્યાસ કાઢી શકતા નથી
હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આબાઓ પર આમ્રમંજરી ફૂટી રહી છે. તેમાં પણ ગીર પંછકની શાન ગણાતી કેસર કેરીના પાક માટેના મોર છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ ફૂટ્યા છે. આમ છતાં કેટલાય તજજ્ઞો કેરીના ઉત્પાદનનો અંદાજ કાઢી શકતા નથી. કેરીમાં મોર ફૂટવાની પ્રક્રિયામાં સૌ ટકા આંબા ફૂટ્યા છે. તેમાં પણ આંબા ઉપર મોર વધુ અને પાંદડા ઓછા જોવા મળી રહ્યાં છે. સરેરાશ બે કે ત્રણ તબક્કામાં ફૂટતાં મોર આ વર્ષે ચાર તબક્કામાં આવ્યાં છે. તેમાં પણ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અ્ને ફેબ્રુઆરી ચાર માસથી આંબામાં મોર ફૂટવાની પ્રક્રિયા હજી ચાલુ જ છે.
કેસર કેરીના પાક માટે મોર ફૂટવાની અને બંધારણ થવાની પ્રક્રિયા ખુબ અગત્યની છે. કેરીમાં મોર પૂષ્કળ પરંતુ બંધારણ (ફલનીકરણ) તંદુરસ્ત પણ નહીં થતાં મોર બળી ગયા હોવાની ફરિયાદો ગીર પંથકમાં થઈ રહી છે. હવે 10 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી એમ એક મહિના સુધી ગીર સહિત આખા રાજ્યમાં પડી રહેલા ભારે ઠંડી અને વચ્ચે ફૂટેલા કાતીલ ઠંડા પવનોને લઈ ઠંડીનું પ્રમાણ ખાસ્સુ વધુ ગયું હતું. જેને કારણે આંબા ઉપર ફૂટેલા મોરનું ફલનીકરણ થયા વગર ખરી પડ્યા હતા.
આમ છતાં પણ આખા રાજ્યમાં આંબાઓ ઉપર મોર ફૂટવાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યાં છે. જેને કારણે કેરીનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ સારું થવાનો અંદાજ કેટલાક ખેડૂતો રાખી રહ્યાં છે. જો કે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતવરણ અને હજી ઠંડીનું પ્રમાણ હોવાથી કેરીનું ઉત્પાદન કેવું અને કેટલું રહેશે તે કહેવામાં તજજ્ઞો ક્યાસ કાઢી શકતાં નથી. તેઓ હાલમાં એવું કહી રહ્યાં છે. ધૂળેટી બાદ આંબા પર કેરી કેટલી આવશે તે કહી શકાય. તેમજ કેસર કેરીનું ઉત્પાદન પણ વધુ થવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.
નાની કેરીની બાજુમાં જ મોર ફૂટી રહ્યાં છે
સમગ્ર રાજ્યમાં આ વર્ષે આંબા ઉપર આમ્રમંજરીનું જોર વધુ છે. ત્રણ તબક્કામાં મોર ફૂટી ચૂક્યા છે. પરંતુ છેલ્લા 10 દિવસથી આંબા ઉપર મોરમાં થયેલા ફ્લાવરીકરણથી થયેલી નાની કેરીની બાજુમાં જ વધુ મોર ફૂટી રહ્યાં છે. આ કારણે નાની કેરી ખરીને નીચે પડી રહી છે. એવી ફરિયાદો સમગ્ર રાજ્યના ખેડૂતોમાં થઈ રહી છે. આવી પ્રક્રિયાના કારણે કેરીના આગોતરા પાકને ખાસ્સું નુકસાન થઈ રહ્યું છે અને આવું ચાલુ રહ્યું તો વધુ નુકસાન થઈ શકે છે. મકર સંક્રાંતિ બાદ આંબા ઉપર મોર ફૂટવાની પ્રક્રિયા મંદ પડે છે. પરંતુ તેના બદલે એખ માસ બાદ પણ મોર ફૂટવાની પ્રક્રિયા ચાલુ રહી છે. આથી ખેડૂતો પણ આશ્ચર્યમાં પડી ગયાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-not-even-a-production-estimate-despite-the-record-breaking-peak-033009-3928093-NOR.html
No comments:
Post a Comment