પ્રાણીઓને કોઇ પ્રકારની સારવાર અપાતી નથી, ફરજ પરનાં કર્મીઓ રહે છે ગેરહાજર
જૂનાગઢ શહેરના મજેવડી ગેઇટ નજીક સિવીલ હોસ્પિટલ, મેડીકલ કોલેજ અને એનિમલ હાઉસ બનાવામાં આવ્યું છે અહીં બનાવામાં આવેલ...
DivyaBhaskar News Network | Updated - Feb 20, 2019, 03:01 AM
જૂનાગઢ શહેરના મજેવડી ગેઇટ નજીક સિવીલ હોસ્પિટલ, મેડીકલ કોલેજ અને એનિમલ
હાઉસ બનાવામાં આવ્યું છે અહીં બનાવામાં આવેલ એનિમલ હાઉસમાં પ્રાણીઓને
સારવાર આપવામાં આવે છે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ એનિમલ હાઉસને 24
કલાક તાળા મારેલા જોવા મળી રહ્યા છે. પ્રાણીને પુરતી સારવાર મળી રહે તે
માટે મેડીકલ કોલેજ નજીક અેનિમલ હાઉસ બનાવામાં આવ્યું છે જેથી જૂનાગઢમાં
પ્રાણીઓને પણ સારવાર મળી રહે છે પરંતુ જવાબદાર તંત્રની બેદરકારીને કારણે
એનિમલ હાઉસને તાળા મારેલા જોવા મળે છે. લોકો પોતાના કુતરાને લઇને સારવાર
લેવા આવે છે પરંતુ એનિમલ હાઉસ બંધ હોવાને કારણે કુતરાથી સારવાર લીધા વગર જ
પરત જાય છે ત્યારે તંત્ર દ્વારા કરોડા રૂપિયાના ખર્ચે બનાવામાં આવેલ એનિમલ
હાઉસને ખોલવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-animals-are-not-given-any-kind-of-treatment-the-workers-on-duty-are-absent-030104-3945814-NOR.html
No comments:
Post a Comment