Divyabhaskar.com | Updated - Feb 05, 2019, 12:32 PM
- સિંહણ અને 4 બચ્ચા રસ્તા પર લટાર મારતાં જોવા મળ્યાં
અમરેલી: છેલ્લા 2 દાયકા કરતાં વધુ સમયથી સાવજોએ લીલીયા
પંથકને પોતાનું રહેઠાણ બનાવ્યું છે. ત્યારે અંટાળીયા પંથકમાં એક સિંહણે 4
સિંહબાળને જન્મ આપ્યાનું બહાર આવતાં સિંહપ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી. આ
સિંહણ પોતાના ચાર બચ્ચા સાથે રસ્તા પર લટાર મારતા નજરે પડી હતી.
સિંહબાળોની વિશેષ તકેદારી લેવામાં આવે તેવી માંગ
1.બૃહદગીરમાં
આવતા લીલીયા પંથકમાં શેત્રુજી અને ગાગડીયો નદીના કાંઠે સાવજ પરિવારો વિકાસ
પામી રહ્યો છે. આ વિસ્તારના અંટાળીયા તથા આસપાસના ગામોની સીમમાં પણ સાવજનો
વસવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં તાજેતરમાં એક સિંહણે 4
બચ્ચાને જન્મ આપ્યો છે. જેને પગલે આ વિસ્તારમાં સાવજની સંખ્યામાં નોંધપાત્ર
વધારો થયો છે. ત્યારે સિંહપ્રેમીઓની માંગ છે કે વનતંત્ર દ્વારા આ
સિંહબાળોની સારસંભાળ માટે વિશેષ તકેદારી લેવામાં આવે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-in-liliya-lioness-gave-birth-to-four-cubs-amreli-district-gujarati-news-6018728.html
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-in-liliya-lioness-gave-birth-to-four-cubs-amreli-district-gujarati-news-6018728.html
No comments:
Post a Comment