- વાડી ફરતે ફેન્સિંગ હોવાથી સિંહબાળ બહાર ન નીકળી શક્યું
ખાંભા: ખાંભા-ઉના હાઇવે પર આવેલા ચતુરી અને ખાડાધાર વચ્ચે
સુરેશભાઈ વિરજીભાઈ વાઘણીની વાડી આવેલી છે. તેમની વાડી ફરતે તાર ફેન્સિંગની
વાડ ઉભી કરવા આવી છે. ત્યારે ત્રણ દિવસ પેહલા વહેલી સવારે એટલે કે સવાર ના 7
વાગ્યાની આસપાસ એક સિંહણ પોતાના ચાર માસના સિંહબાળ સાથે અહીં હાઇવે ક્રોસ
કરી રહી હતી ત્યારે આ સિંહણ એક તાર ફન્સિંગવાળી વાડીમાં હાઇવે ક્રોસ કરી
અંદર જતી રહી હતી. બા માં સિંહણ સાથે રહેલું ચાર માસનું સિંહબાળ આ તાર
ફેન્સિંગવાળી વાડ પસાર કરી શક્યું નહીં ત્યારે સિંહણે પોતાના સિંહબાળને
પોતાની તરફ લેવા માટે પ્રયાસો ઘણા કર્યા આ તરફથી સિંહબાળ પણ પોતાની માતા
પાસે જાવા માટે અધીરૂ બન્યું હતું.
કલાકો બાદ મહામહેનતે માતા સાથે મિલન કરાવ્યું
1.અહીંથી
પસાર થતા અજાણ્યા વાહનચાલકની નજરમાં આ ચડતા તેણે સિંહબાળને પોતાની માતા
સિંહણ સાથે મિલન કરાવવા માટે મેહનત કરી પરંતુ સામે છેડે સિંહણ પણ પોતાના
સિંહબાળ માટે અધિરી બની હતી. ત્યારે આ અજાણ્યા વાહનચાલક સામે ત્રાડ નાખતા
તે ત્યાંથી જતો રહ્યો હતો અને આ ઘટનાની ખાડાધાર ગામમાં જઇ વાત કરતા કોઈએ
વનવિભાગને આ ઘટનાની જાણ કરી હતી. બાદમાં વનવિભાગનો સ્ટાફ અહીં કલાકો બાદ
આવ્યો હતો અને તે પણ અહીંના સ્થાનિક વનમિત્ર પોહચ્યા હતા. ત્યાં સુધીમાં તો
કોઈ અન્ય રાહદારી દ્વારા હિંમત કરી જે વાડીમાં સિંહણ ઉભી હતી તે તાર
ફેન્સિંગની જાળી નીચેના ભાગે ઉંચી કરી સિંહબાળને માતા સાથે મિલન કરાવ્યું
હતું.
(માહિતી અને તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
(માહિતી અને તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-lion-cub-trapped-fancing-farm-near-khanbha-highway-gujarati-news-6023961.html
No comments:
Post a Comment