- 4 સિહોએ ગાયનું મારણ કરી મિજબાની માણી
ગીરસોમનાથ: શિકાર અને
પાણીની શોધમાં વનના રાજા જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં આવવા લાગ્યા છે.
ગીરગઢડાના મોતીસર ગામમાં ચાર સિંહોએ ધામા નાંખ્યા છે. ચાર સિંહોએ મધરાત્રે
ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી. આ અંગેની જાણ ગ્રામજનોને થતા ઘરની અગાસી
પર ચડી ગયા હતા અને મિજબાની માણી રહેલા સિંહોનો વીડિયો મોબાઇલમાં ઉતારી
સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. સિંહો આવતા જ ગ્રામજનોમાં ભયનો માહોલ
જોવા મળી રહ્યો છે.(માહિતી અને તસવીર: જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-four-lion-hunting-cow-in-motisar-village-of-girgadhada-gujarati-news-6021281-NOR.html
No comments:
Post a Comment