વન્ય પ્રાણી વિભાગ દ્વારા 30 મહિલાઓને ગાઇડ તરીકે તાલીમ આપી સ્વાવલંબી બનાવવાનો પ્રયાસ દેશ-વિદેશથી આવતા...
DivyaBhaskar News Network | Updated - Feb 19, 2019, 03:51 AM
દેશ-વિદેશનાં પ્રવાસીઓને જંગલમાં ગીરની
વનસૃષ્ટિ કયાં પ્રકારની છે તે અંગેની પુરી જાણકારી આપવા જંગલમાં મહીલા ગાઇડ
સાથે જશે. સાસણ વન્ય પ્રાણી વિભાગ દ્વારા 30 મહિલાઓને ગાઇડ તરીકે માન્યતા
આપી તાલીમ પુરી પાડવામાં આવેલ અને મહીલાઓને સ્વાવલંબી બનાવવા વન વિભાગ
દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે. સાસણ સેન્ચ્યુરી ઝોન અને દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા જંગલની મુલાકાતે આપતા પ્રવાસીઓને ગીરનાં જંગલમાં વિહરતા વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને ઔષધીય વૃક્ષોની સંપૂર્ણ જાણકારી મહીલા ગાઇડ દ્વારા પુરી પાડવામાં આવશે. 3 ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં વાત કરી સંપૂર્ણ જાણકારી પ્રવાસીઓને પુરી પાડી શકે તે માટે 30 મહિલાઓને સાસણ વન્ય પ્રાણી વિભાગ દ્વારા વર્કશોપ યોજી તાલીમ અપાશે. મહિલાઓનો ગાઇડ તરીકે સમાવેશ થતાં મહિલાઓની આર્થિક આવક વધવાથી સ્વાવલંબી બનશે.
ગીર વાઇલ્ડ લાઇફમાં નારી શક્તિનો ઉપયોગ : ડીસીએફ
સાસણ વન્ય પ્રાણી વિભાગનાં ડીસીએફ ડો.મોહન રામએ જણાવેલ કે નારી શક્તિનો ઉપયોગ ગીર વાઇલ્ડ લાઇફની કામગીરી અને પ્રવાસનમાં વધે તે હેતુ સ્થાનીક મહિલાઓની ગાઇડ તરીકે નિયુક્તી કરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-lion-darshan-will-now-be-seen-in-women39s-guide-gypsy-in-sasan-035100-3935826-NOR.html
No comments:
Post a Comment