Dilip Raval, Amreli | Jan 22, 2013, 23:41PM IST
- અત્યાર સુધીમાં આ વિસ્તારમાં કુલ ૫૫ ઉપરાંત પક્ષીઓના મોત નપિજયા છે રાજુલા તાલુકાના વિકટર ગામે વિદેશથી શિયાળો ગાળવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા છે. ત્યારે પાછલા થોડા સમયથી આ વિસ્તારમાં પેલીકન, કુંજ સહિતના ૫૫ ઉપરાંતના પક્ષીઓના કોઇ કારણોસર મોત નપિજયા છે. ત્યારે આજે વધુ બે સુરખાબ અને એક કુંજ પક્ષીના મૃતદેહ મળી આવતા વનવિભાગને જાણ કરવામાં આવી છે.
વિકટર, ચાંચબંદર, ખેરા પટવા સહિતના ગામોના તળાવોમાં વિદેશથી મોટી સંખ્યામાં પેલીકન, ફલેમીંગો, કુંજ સહિતના પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા આ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં ૫૫ ઉપરાંતના પક્ષીઓ મોતને ભેટયા છે.
વનવિભાગ દ્વારા પણ આ પક્ષીઓના મોત કોઇ ભેદીરોગચાળાથી થયા છે કે બર્ડફલુથી તે અંગેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. ત્યારે વિકટરના ખારામાંથી વધુ બે સુરખાબ અને એક કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રકૃતપિ્રેમી મંગાભાઇ ધાપા તેમજ પ્રવિણભાઇ દ્વારા આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી છે.
No comments:
Post a Comment