Bhaskar News, Amreli | Jan 17, 2013, 02:10AM IST
- વાતાવરણમાં ફેરફારની અસરથી વનસ્પતિ પણ મુક્ત નથીવાતાવરણમાં ગંભીર પ્રકારના ફેરફારો અને ગ્લોબલ વોર્મિંગની અસર માત્ર માણસ પર નહી પણ ઝાડ-પાન પર પણ જોવા મળી રહી છે. મધ મીઠા ફળ આપતા ઝાડના ઋતુચક્રમાં પણ ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે રાવણા અષાઢ મહિનામાં પાકે છે. પરંતુ ખાંભાના જુની બારપટોળીમાં પોષ મહિનામાં જ લુમેઝુમે રાવણા પાક્યા છે.
માણસ જાતે વાતાવરણની ઘોર ખોદવામાં કશુ બાકી રાખ્યુ નથી. તેના માઠા પરિણામો પણ માણસ જાત ભોગવી રહી છે. બગડેલા વાતાવરણની અસર તમામ જીવો અને વનસ્પતી પર પણ પડી રહી છે. જેના ફળ સ્વરૂપ કેરી, રાવણા જેવા ફળ આપતા ઝાડ કસમયે પાકી રહ્યા છે. ખાંભાના જુની બારપટોળીમાં જીણાભાઇ ખોડાભાઇ જોતીયાને ત્યાં રાવણાના ઝાડ પર કસમયે ખુબ મોટી સંખ્યામાં ફાલ આવ્યો છે.
સામાન્ય રીતે અષાઢ મહિનામાં રાવણા પાકે છે પરંતુ અહિં પોષ મહિનામાં જ રાવણા પાક્યા છે. આસપાસના બાળકો રાવણા ખાવા માટે દરરોજ તેમની વાડીએ પહોંચી જાય છે. જાણીતા પર્યાવરણવિદ મંગળુભાઇ ખુમાણે જણાવ્યુ હતું કે વાતાવરણમાં ફેરફારથી ફળ-ઝાડના ઋતુચક્રમાં પણ ફેરફાર થયો છે. જેના પરિણામે આવું બની રહ્યુ છે.
No comments:
Post a Comment