Bhaskar News, Victor | Jan 05, 2013, 00:52AM IST
અત્યાર
સુધીમાં આ વિસ્તારમાંથી કુલ ૬૬ પક્ષીના મૃતદેહ મળી આવ્યા છે : પક્ષીઓના
મોત કયાં કારણોસર થઇ રહ્યાં છે તે અંગેનો વનવિભાગનો રિપોર્ટ હજુ સુધી આવ્યો
નથી
રાજુલા તાલુકાના વિકટર ગામે ખારા વિસ્તારમાંથી આજરોજ ત્રણ વિદેશી
પક્ષી ફ્લેમિંગોના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રકૃતિપ્રેમીઓએ આ અંગે વનવિભાગને
જાણ કરી છે. આ વિસ્તારમાં શિયાળો ગાળવા માટે વિદેશથી ફલેમીંગો, પેલીકન,
કુંજ સહિતના પક્ષીઓ આવે છે. અત્યાર સુધીમાં આ વિસ્તારમાં કુલ ૬૬ ઉપરાંતના
પક્ષીઓના મૃતદેહ મળી ચુક્યા છે.
વિકટર, ચાંચ બંદર, ખેરા, પટવા, કથીવદર સહિતના વિસ્તારોમાં હજારો
વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવી પહોંચે છે. ત્યારે આ વિસ્તારમાં થોડા
દિવસોમાં કુંજ, ફ્લેમિંગો, પેલીકન સહિતના પક્ષીઓના મૃતદેહ મળ્યાં છે.
અત્યાર સુધીમાં કુલ ૬૬ ઉપરાંતના પક્ષીઓના મોત નિપજયા છે. આ વિસ્તારની
વનવિભાગના અધિકારીઓએ પણ મુલાકાત લીધી હતી.
આ પક્ષીઓના મોત કેવી રીતે થયા તે અંગેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી
ત્યા આજે ફરી વિકટરના ખારા વિસ્તારમાંથી ત્રણ ફલેમીંગો પક્ષીના મૃતદેહ મળી
આવ્યા હતા.
આ અંગે પ્રકૃતિપ્રેમીઓ મંગાભાઇ ધાપા, પ્રવિણસિંહ ગોહિલ વિગેરેએ
વનવિભાગને જાણ કરી છે. આ વિસ્તારમાં હજારો વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા આવે
છે ત્યારે વનવિભાગ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે તેવી પ્રકૃતિપ્રેમીઓએ
માંગ કરી છે.
No comments:
Post a Comment