Bhaskar News, Kodinar | Jan 31, 2013, 01:46AM IST
- શેરડીનાં ખેતરમાં કાપણી ચાલતી હતી એ વખતે દીપડો પાછળથી ત્રાટકયોસૂત્રાપાડા તાલુકાનાં સીંગસર ગામની સીમમાં એક શેરડીનાં ખેતરમાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો. જોકે, ખેડૂતનાં હાથમાં લાકડીનો ટુકડો આવી જતાં તેનાથી સામનો કરતાં દીપડો ભાગી છુટ્યો હતો.
સૂત્રાપાડા તાલુકાનાં સીંગસર ગામની સીમમાં ગામનાં જ ખેડૂત અભેસીંગભાઇ નારણભાઇ (ઉ.૩૮) નામનાં ખેડૂત શેરડીની કાપણી ચાલતી હોઇ પોતાનાં વાડમાં ગયા હતા. અને શેરડીની કાપણીનું કામ કરતા મજૂરો પર દેખરેખ રાખતા હતા. એ વખતે એક દીપડો અચાનક જ વાડમાંથી ધસી આવ્યો અને અભેસીંગભાઇ ઉપર પાછળથી હુમલો કરી દીધો હતો.
અચાનક જ થયેલા દીપડાનાં હુમલાથી અભેસીંગભાઇ પહેલાં તો હેબતાઇ ગયા હતા. પરંતુ યોગાનુયોગે તેમનાં હાથમાં લાકડીનો ટુકડો હોઇ તેમણે સમયસૂચકતા વાપરીને લાકડી ફેરવી હતી. આથી દીપડો ડરીને નાીસ છુટ્યો હતો. આ બનાવ બાદ ગભરાયેલા મજૂરો પણ નાસી છુટયા હતા. બનાવની જાણ થતાં તુરતજ ગામનાં માજી સરપંચ કાનજીભાઇ નકુમે વેરાવળ આરએફઓ પડશાલા અને સૂત્રાપાડા સ્થિત ફોરેસ્ટરને જાણ કરી હતી.
સાથોસાથ ૧૦૮ ને જાણ કરી અભેસીંગભાઇને સૌપ્રથમ કોડીનારની રા. ના. વાળા હોસ્પિટલ અને બાદમાં સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. આ વિસ્તારમાં શેરડીની સીઝન આવતાં વાડમાં મજૂરોની અવરજવર વધી છે ત્યારે દીપડાનો પણ ત્રાસ વધી જતાં ખેડૂતો અને મજૂરો ખેતરે આવતા-જતાં ડર અનુભવી રહ્યા છે.
No comments:
Post a Comment