Dilip Raval Amreli | Jan 23, 2013, 15:01PM IST
- આંબરડીમાં ૧૧ કેવી વજિ લાઇનને ફાઇબર કોટેડ કરવા પક્ષીપ્રેમીઓની માંગઅમરેલી સહિત જિલ્લામાં જુદાજુદા વિસ્તારોમાં આવેલા તળાવોમાં હાલ શિયાળો ગાળવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા છે. ત્યારે સાવરકુંડલાના આંબરડી ગામ નજીક આવેલા દપિડા વિસ્તારના તળાવમાં પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ જોવા મળી રહ્યાં છે. હજુ એકાદ દિવસ પહેલા એક પેલીકન પક્ષીને વજિશોક લાગતા તે ઘાયલ થયુ હતુ. ત્યારે ફરી આ જ વિસ્તારમાં બે પેલીકન પક્ષીના વજિશોક લાગવાથી મોત નપિજતા પક્ષીપ્રેમીઓમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી.
બે પેલીકન પક્ષીના વજિશોક લાગવાથી મોત નપિજયાની આ ઘટના આજે સાવરકુંડલા તાબાના આંબરડી ગામ પાસે આવેલા દપિડા વિસ્તારમાં બની હતી. અહી આવેલા તળાવમાં હાલ શિયાળો ગાળવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા છે. હજુ એકાદ દિવસ પહેલા એક પેલીકનને વજિશોક લાગતા તે ઘાયલ થયુ હતુ. જો કે પક્ષી પ્રેમીઓને જાણ થતા તુરત આ પક્ષીની સારવાર કરવામાં આવતા તે બચી ગયુ હતુ.
ત્યારે આજે આ તળાવ નજીકથી બે પેલીકન પક્ષીના મૃતદેહ મળી આવતા પક્ષીપ્રેમીઓ દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. પશુ ચિકિત્સક વાઢેરે બંને પક્ષીનું પીએમ કરતા આ પક્ષી વજિશોક લાગવાના કારણે મોતને ભેટયાનુ બહાર આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પીજીવીસીએલની ૧૧ કેવીની વજિ લાઇન પસાર થાય છે.
અવારનવાર પક્ષીઓ આ વજિલાઇનને અડકી જતા ઘાયલ થાય છે તેમજ મોતને ભેટે છે. ત્યારે અહીથી પસાર થતી વજિ લાઇનને ફાઇબર કોટેડ કરવામાં આવે તેવી પક્ષીપ્રેમી સતીશભાઇ પાંડે, સંજયભાઇ, સુભાષભાઇ વગેરેએ માંગ કરી છે. અન્યથા આગામી દિવસોમાં ધરણા કરી આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
No comments:
Post a Comment