Bhaskar News, Una | Jan 29, 2013, 00:03AM IST
સુપ્રસિધ્ધ તુલશીશ્યામનું મંદિર જંગલ
વિસ્તારમાં આવેલ છે. અને ત્યાં જવા માટે રાત્રીનાં ૮ વાગ્યાથી સવારનાં ૬
વાગ્યા સુધી જંગલમાં પ્રવેશવાના રસ્તા બંધ થઈ જાય છે. ત્યારે ચોરી સવારે
પ:૪પ વાગ્યે થઇ છે. આથી તસ્કરો મંદિર સુધી પહોંચ્યા કેવી રીતે ? તસ્કરો
મંદિરની ધર્મશાળામાં રોકાયા કે પછી રાતવાસો જંગલમાં કર્યો ? એ સવાલ પણ સો
મણનો છે. જયારે મંદિરનાં સુત્રોનું એવું કહેવું છે કે, કોઈ શંકાસ્પદ શખ્સોએ
ધર્મશાળામાં રાતવાસો કર્યો નથી.- ડોગ મંદિરનાં આંટા મારી જશાધાર તરફ જતા રોડ પર અટકી ગયો
તુલશીશ્યામ મંદિરે રૂ. પાંચ લાખની ચોરી થયા બાદ, જૂનાગઢથી ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી. અને ડોગ પણ આવી પહોંચ્યો હતો. પરંતુ આવેલો ડોગ જશાધાર તરફ જતા રસ્તા પર રોકાઈ ગયો હતો. આમ તસ્કરો જશાધાર થી ઊના તરફ આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.
No comments:
Post a Comment