- દીવનાં દગાસી પાવટી ગામની દરીયાની ખાડીમાંથી વન વિભાગે દબોચી લીધા
દીવનાં દગાસી પાવટી ગામની દરીયાની ખાડીમાં કુંજ અને ફલેમીંગો પક્ષીનાં શિકાર કરી રહેલા ઘોઘલાના નવ માછીમારોને વન વિભાગે ઝડપી લઇ જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ અને પર્યટક તરીકે વિખ્યાત દીવ ટાપુનાં રમણીય દરીયા કિનારે દેશ-વિદેશનાં અરબીયન કુંજ, ફલેમીંગો સહિતનાં પક્ષીઓ ટહેલવા આવી પહોંચે છે.
દરમિયાન દગાસી પાવટી ગામની દરીયાની ખાડીમાં પક્ષીઓનો શિકાર થઇ રહયો હોવાની બાતમીનાં આધારે વન અધિકારી નીતિન આર. માંકુડે અને તેની ટીમે ત્રાટકી ઘોઘલાનાં પ્રકાશ મોતીચંદ, દિલીપ મોતીચંદ, દિલીપ મનજી બારીયા, નટવરલાલ હિરા ચૌહાણ, અજય હસમુખ સોલંકી, અજય કાનજી ફુલબારીયા, ધ્રુપીક દિનેશ બામણીયા, મયુર કાંતીલાલ સોલંકી અને દીવનાં જીતેન્દ્ર બાબુની વન્ય પ્રાણી એક્ટની કલમ ૯ મુજબ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસની જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપી પુછપરછ હાથ ધરી છે.
- શિકાર કરેલા પક્ષીઓ અને સાધનો કબજે
વન વિભાગની ટીમે સ્થળ પરથી ત્રણ નાની હોડી, જાળ, ફાંસલા, પતંગ, દોરી, ચાર મોબાઇલ, એક કુંજનો મૃતદેહ અને ચાર ફલેમીંગોનાં કાપેલા પગ કબજે કર્યા હતાં.
No comments:
Post a Comment