Bhaskar News, Lathi
| Jul 29, 2013, 06:53AM IST
- બાળકોને બટુક ભોજન કરાવાયું
વર્તમાન સમયમાં ગાય અને બળદોની કતલો થઇ રહી છે. ત્યારે લાઠી તાબાના ખોબા જેવડા દુધાળા ગામના એક પટેલ ખેડુતે પોતાના બળદનુ મોત થઇ જતા તેમણે બળદનુ બારમુ કર્યુ હતુ. અને ગામને ધુમાડાબંધ જમાડીને પશુ પ્રત્યેના પ્રેમનુ અનોખુ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.
લાઠી તાલુકાના દુધાળા ગામે રહેતા અને હાલમાં સુરતમાં કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતા રવજીભાઇ શંભુભાઇ રાદડીયા પશુ પ્રત્યે અનોખો પ્રેમ ધરાવે છે. તેમના આ બળદનો જન્મ તા. ૧૭/૧/૧૯૮૩મા સુરતમાં થયો હતો. રવજીભાઇએ બળદનુ નામ બાદશાહ પાડયુ હતુ. બાદમાં રવજીભાઇ આ બળદને દુધાળા ગામે લાવ્યા હતા.
આ તકે ડો. જગદીશભાઇ બલ્લર, પોપટભાઇ વશરામભાઇ માણપરા, નાનુભાઇ મિયાણા, વલ્લભભાઇ લાબડીયા, લાભુભાઇ ધોળીયા, ભરતભાઇ લાલજીભાઇ ધોળકીયા, ધીરૂભાઇ વલ્લભભાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
બારમામાં ઉપસ્થિત ગામ લોકોએ ખેડૂતના સ્વજન બની ગયેલા બળદને શ્રધ્ધાંજલિ પણ આપી હતી.
બળદને બદામ અને દૂધ ખવડાવવામાં આવતા
રવજીભાઇનો પશુ પ્રત્યેના અપાર પ્રેમને કારણે તેઓ પોતાના બળદને પરિવારના સભ્યની જેમ જ સાચવતા તેઓ બળદને બદામ અને દુધ જેવો પોષ્ટિક આહાર પણ આપતા. જ્યારે પણ બળદ બિમાર પડતો પરિવારજન બિમાર પડી ગયા હોય તેવો ખેડૂતને અહેસાસ થતો હતો.

સગાંવહાલાઓને મેલો મોકલાયો
નાના એવા દુધાળા ગામે રવજીભાઇના બળદનુ મોત નિપજતા તેમણે સગાવહાલાઓને પણ મેલો મોકલ્યો હતો અને તેણે ગોઠવેલા બળદના બારમામાં ગામ સમસ્ત તો ધુમાડાબંધ જમાડવામાં આવ્યુ જ હતુ. તો સાથેસાથે સુરતથી પણ બે બસો ભરાઇને તેના મિત્રો અને સગાવહાલાઓ દુધાળા ગામે આવી પહોંચ્યા હતા.

No comments:
Post a Comment