Bhaskar News, Rajula
| Jul 28, 2013, 05:04AM IST
- વાડી માલિકે વનવિભાગને જાણ કરતા વનવિભાગના સ્ટાફ દ્વારા અજગરને પકડી પાડી જંગલમા મુકત કરી દેવાયોરાજુલા તાલુકાના બર્બટાણા અને મોટી ખેરાળી ગામ વચ્ચે આવેલ એક વાડીમાં લીમડાના વૃક્ષ પર એક મહાકાય અજગરે દેખાદેતા ગામ લોકો અને ખેડુતોમાં ભય ફેલાયો હતો. આ અંગે લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને આ મહાકાય અજગરને પકડી જંગલમાં મુકત કરી દેતા લોકોએ રાહત અનુભવી હતી.
રાજુલા પંથકમાં અવારનવાર જમીનમાંથી સરિસૃપો મળી આવવાની ઘટનાઓ બનતી રહે છે. હાલ ચોમાસાની સિઝનમાં અહી વધુ પ્રમાણમાં સરિસૃપો જમીનમાંથી બહાર નીકળે છે. ત્યારે આજે રાજુલા તાલુકાના બર્બટાણા અને મોટી ખેરાળી ગામ નજીક ગભરૂભાઇ કાનજીભાઇની વાડીમાં લીમડાના એક વૃક્ષ પર મહાકાય અજગર ચડી આવ્યો હતો.
વાડી માલિક ગભરૂભાઇ આ અજગરને જોઇ જતા તેઓએ તુરત વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગના ડી.એન.રાઠોડ, નરેશભાઇ પંડયા સહિત સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અને ગણતરીની કલાકોમાં આ અજગરને પકડી પાડયો હતો. આ અજગર આઠેક ફુટ જેટલો લાંબો હતો. વાડીમાં અજગરે દેખાદેતા અહી ગામના આગેવાનો ભોળાભાઇ, ભખુભાઇ, રાજુભાઇ, જીલુભાઇ, મેરૂભાઇ, પ્રતાપભાઇ સહિત ગામ લોકો અહી અજગરને જોવા માટે દોડી આવ્યા હતા. વનવિભાગે આ અજગરને સલામત રીતે પકડી જંગલ વિસ્તારમાં મુકત કરી દેતા લોકોએ રાહત અનુભવી હતી.
No comments:
Post a Comment