Bhaskar News,Veraval
| Jul 29, 2013, 01:37AM IST
- સાગરખેડૂ સંમેલનમાં રચનાની ઘોષણા પછી કાર્યવંત કરવામાં વિલંબ કેમ ?
નવનિર્મીત ગીર-સોમનાથ જિલ્લાને આગામી તા.૧પ મી સ્વાતંત્રય દિને કાર્યરત કરવામાં આવે અને આ અંગેની કાર્યવાહી ઝડપી હાથ ધરવામાં આવે તે માટે વેરાવળની જુદી-જુદી સંસ્થાઓ તેમજ વેપારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર આવતીકાલે નાયબ કલેકટરને સુપ્રત કરનાર છે. ઉલ્લેખનીય એ છે કે, ૧૧ માસ પૂર્વે ખૂદ મુખ્યમંત્રીએ સાગરખેડૂ સંમેલનમાં ગીર-સોમનાથ જિલ્લાની રચનાની જાહેરાત કરી પ્રજાસત્તાક પર્વે આ જિલ્લો કાર્યરત થશે એવી વાત કરી હતી. પરંતુ પ્રજાસત્તાક પર્વે આમ ન થતા હવે આગામી સ્વાતંત્ર્ય દિને વેરાવળ સહિત સમાવષ્ટિ તાલુકાઓની માંગ ઉઠી છે. આ મુદ્દે આવતીકાલે વેરાવળ સ્થાનિક વેપારી અગ્રણીઓ સહિત સંસ્થાઓ નાયબ કલેકટરને આવેદન આપનાર છે.
અગીયાર માસ પૂર્વે મુખ્યમંત્રી દ્વારા નવનિર્મીત ગીર-સોમનાથ જિલ્લાની રચના અંગે ધોષણા કરાયેલ અને ત્યારબાદ ૨૬ મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને ગીર-સોમનાથ જિલ્લાને કાર્યરત કરવાની વાતો થયેલ. પરંતુ અમલવારી થયેલ નહી અને યેનકેન કારણોસર જિલ્લાને કાર્યવંત કરવામાં વિલંબ થઇ રહેલ હોય ત્યારે આગામી તા.૧પ મીના સ્વાતંત્રય દિને ફરી એકવાર જિલ્લાને કાર્યરત કરવા અંગેની ચર્ચાઓ સાથે ચોક્કસ અમલવારી થાય અને જિલ્લો કાર્યવંત બને તે સંદર્ભે વેરાવળની સામાજિક સેવાકીય સંસ્થાઓ ઉપરાંત વેપારી મંડળો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર બપોરે ત્રણ કલાકે નાયબ કલેકટરને સુપ્રત કરનાર છે. જેથી આ કાર્યવાહીમાં શહેરના દરેક નાગરીકો, સંસ્થાના હોદ્દેદારોને જોડાવવા જાહેર અનુરોધ કરવામાં આવેલ છે.
કાર્યવંત નહીં થાય તો આમરણાંત : ચિમનભાઈની ચિમકી
વેરાવળ સોરઠ ચેમ્બર ઓફ કોમર્સનાં અગ્રણી ચિમનભાઈ અઢીયાએ આવતીકાલનાં આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમમાં સામૂહિક સંસ્થાઓ જોડાઈ તેવી અપિલ સાથે કહ્યું છે કે, સ્વાતંત્ર્ય દિને ગીર-સોમનાથ જિલ્લો કાર્યવંત નહી થાય તો આમણાંત ઉપવાસ કરવાની પણ ચિમકી તેઓએ ચિમકી ઉચ્ચારી છે.
No comments:
Post a Comment