Bhaskar News, Rajula
| Jun 19, 2013, 00:00AM IST
- ગ્રામજનો અને વનવિભાગની પાંચ કલાકની મહેનત બાદ આ બચ્ચાને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુરવામાં આવ્યુરાજુલા તાલુકાના રાજપરડા ગામની સીમમાં આવેલ એક કુવામાં દિપડીનું બચ્ચુ પડી ગયુ હતુ. આ અંગે જાણ થતા ગ્રામજનો અહી ઉમટી પડ્યા હતા. બાદમાં વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો. ગ્રામજનો અને વનવિભાગ દ્વારા પાંચેક કલાકની જહેમત બાદ આ બચ્ચાને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુરવામાં આવ્યુ હતુ.
દિપડીનું બચ્ચુ કુવામાં પડી જવાની આ ઘટના આજે સવારે રાજુલા તાલુકાના રાજપરડા ગામની સીમમાં બની હતી. જ્યાં કથડભાઇ લખમણભાઇ વાઘની વાડીમાં આવેલ કુવામાં સવારના સુમારે એક દિપડીનું બચ્ચુ આંટા મારી રહ્યું હોય તેની પાછળ કુતરાઓ દોડતા પ્રથમ આ બચ્ચુ લીમડાના વૃક્ષ પર ચડી ગયુ હતુ બાદમાં ભાગવા જતા તે કુવામાં ખાબક્યુ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતુ.
બચ્ચુ કુવામાં પડી ગયુ
હોવાની જાણ થતા જ અહી ગ્રામજનો ઉમટી પડ્યા હતા. બાદમાં વનવિભાગને જાણ
કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો. અને મહામહેનતે
દિપડીના બચ્ચાને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુરવામાં આવ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એક દિપડો હડમતીયા ગામે તાર ફેન્સીંગમાં ફસાઇ જતા મોતને ભેટયો હતો. આ વિસ્તારોમાં પાછલા ઘણા સમયથી અવારનવાર દપિડાઓ છેક ગામમાં આવી ચડતા હોય લોકોમાં ભય ફેલાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એક દિપડો હડમતીયા ગામે તાર ફેન્સીંગમાં ફસાઇ જતા મોતને ભેટયો હતો. આ વિસ્તારોમાં પાછલા ઘણા સમયથી અવારનવાર દપિડાઓ છેક ગામમાં આવી ચડતા હોય લોકોમાં ભય ફેલાઇ છે.
No comments:
Post a Comment