Bhaskar News, Junagadh
| Nov 17, 2013, 02:57AM IST
- ૯ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધીને વતનની વાટ પકડીપાવનકારી ગિરનારની લીલી પરિક્રમા વિધીવત રીતે આવતીકાલ તા. ૧૭ નવે.ને પૂનમનાં રોજ પૂર્ણ થનાર છે. જોકે, તે પહેલાં એક દિવસ વહેલી પરિક્રમા પૂર્ણ થઇ ગઇ છે. આજે પરિક્રમા રૂટ પર એકલ દોકલ યાત્રાળુ સિવાય કોઇ જોવા મળ્યું નહોતું. યાત્રાળુઓ આવતા બંધ થતા જંગલ ખાલીખમ થઇ ગયું છે. ચાલુ વર્ષે ૯ લાખથી વધુ યાત્રાળુઓએ પુણ્યનું ભાથું બાંધી વતનની વાટ પકડી છે.
ગિરનારની લીલી પરિક્રમા તો વહેલી શરૂ થઇ ગઇ હતી. જેના કારણે પરિક્રમા વહેલી પૂરી પણ થઇ ગઇ છે. પરિક્રમાનો વિધીવત પ્રારંભ તા. ૧૩ થી થયો હતો. પાંચ દિવસીય પરિક્રમા ૧૭ નવેમ્બર સુધી ચાલનાર હતી. જોકે, તેનો વિધીવત પ્રારંભ થાય એ પહેલાં ૪ લાખ યાત્રાળુઓએ પરિક્રમા પૂરી પણ કરી લીધી હતી. ગિરનારની લીલી પરિક્રમામાં માનવ મહેરામણ ઉમટી પડતા જંગલ, ભવનાથ અને શહેરનાં માર્ગો પર ભારે ટ્રાફિક રહ્યો હતો. પરિક્રમાને લઇને ગઇકાલથી જ યાત્રાળુઓનો પ્રવાહ જૂનાગઢ આવતો બંધ થયો હતો.
No comments:
Post a Comment