- થોડા દિવસ પહેલા ત્રણ સાવજોએ પશુઓનુ મારણ કર્યુ હતુ
- સાવજો હજુ પણ આ વિસ્તારમા હોવાની અફવાથી ખેડૂતોમાં ભયનો માહોલ
- ભય : ગીર જંગલમાંથી સિંહોનાં વાડી વિસ્તારમાં આંટાફેરા
ગીર જંગલમાં વસતા સાવજો હવે જાણે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે થોડા દિવસ પહેલા વડીયાના ખડખડની સીમમાં ત્રણ સાવજોએ પશુઓનુ મારણ કરવાની ઘટના બની હતી. હજુ પણ સાવજો હોવાની અફવાઓ ફેલાતા આ વિસ્તારના ખેડુતો વાડી ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યાં છે.
લીલીયા, સાવરકુંડલા, ચાંદગઢ સહિતના વિસ્તારોમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારના લોકો તો જાણે સાવજોની હાજરીથી ટેવાઇ ગયા છે. અહીના સાવજો અન્ય વિસ્તારોમાં પણ સ્થળાંતર કરે છે. આ સાવજો થોડા દિવસો પહેલા છેક વડીયા પંથકમાં પહોંચી ગયા હતા. અહીના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના મારણની ઘટના બની હતી. આ વિસ્તારમાં સાવજોએ પ્રથમ વખત દેખાદીધા હોય લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ સાવજોએ પશુઓનુ મારણ કરી બાદમા અહીથી જતા રહ્યાં હતા. પરંતુ આ વિસ્તારમાં હજુ પણ સાવજો વાડી ખેતરોમાં આંટાફેરા મારતા હોવાની દરરોજ અફવા ફેલાઇ રહી છે. જેના કારણે આ વિસ્તારના ખેડુતો વાડી ખેતરોએ જતા પણ ભય અનુભવી રહ્યાં છે. અહી વાડીઓમા મજુરો પણ રાત ઉજાગરા કરી રહ્યાં છે. આ પંથકના ખેડુતો સાવજોની હાજરીથી ટેવાયેલા ન હોય ફફડાટ ફેલાઇ રહ્યો છે.
No comments:
Post a Comment