Bhaskar News, Junagadh
| Nov 25, 2013, 01:27AM IST
ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ જંગલને ફરી સ્વચ્છ અને પ્લાસ્ટીક મુકત કરવા સફાઇ પરિક્રમાનો પ્રારંભ થયો છે. જેમા પ્રથમ દિવસે વન વિભાગ, રાજકોટની સ્કુલનાં છાત્રો અને સર્વોદય નેચર કલબ દ્વારા સફાઇ હાથ ધરવામાં આવી હતી. જેમા એક હજાર કીલો પ્લાસ્ટીક એકઠુ કરી તેનો નાશ કર્યો છે.
જંગલ મધ્યે ૩૬ કીમીનાં રૂટ પર ગિરનારની લીલી પરિક્રમા યોજાઇ હતી. જેમા નવ લાખ ભાવીકો ઉમટી પડયા હતા. તેમજ ૧૦૦ થી વધુ અન્નક્ષેત્રો શરૂ થયા હતા. તેમજ યાત્રાળુઓ જંગલમાં પ્લાસ્ટીક ન ફેકે તે માટે વન વિભાગ દ્રારા આયોજન કરવામાં આવ્યુ હતુ . છતા પણ લોકોએ જંગલમાં ઠેર - ઠેર પ્લાસ્ટીક ર્વેયુ હતુ. પ્લાસ્ટીકનાં કારણે વન્યપ્રાણી અને જંગલને નુકશાની થતી હોય ડીએફઓ આરાધના શાહુ, એસીએફ ગાંધી , આરએફઓ મારૂ, કનેરીયા સહિતની વન વિભાગની ટીમે પ્લાસ્ટીક દુર કરવાની શરૂ આત કરી છે. જેમા વન વિભાગ ઉપરાંત સામાજીક સંસ્થાઓ, સ્કુલ વગેરે જોડાશે. આજે બોરદેવી ગેઇટ થી ખોડીયાર ઘોડી સુધી સફાઇ કરવામાં આવી હતી. જેમા વન વિભાગ , રાજકોટ પાલવ સ્કુલનાં ઘોરણ ૧૦નાં પ૦ છાત્રો, જૂનાગઢ સર્વોદય નેચર કલબનાં અમૃત દેસાઇ સહિતનાં લોકોએ સફાઇ શરૂ કરી હતી. આજે ત્રણ કીમીનાં રૂટની સફાઇ થઇ હતી. જેમાથી હજાર કીલો પ્લાસ્ટીક મળી આવ્યુ હતુ. જેનો નાશ કરવામાં આવ્યો હતો. સફાઇ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહશે.
આજે આહીર કન્યા છાત્રાલય દ્વારા સફાઇ
પરિક્રમા રૂટની સફાઇમાં શાળા કોલેજનાં છાત્રોને પણ જોડવામાં આવનાર છે. ત્યારે આવતી કાલે કાંબલીયા આહીર કન્યા છાત્રાલયનાં વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ કરવામાં આવનાર છે.
No comments:
Post a Comment