Bhaskar News, Amreli
| Nov 14, 2013, 00:06AM IST
-લોકોના ટોળેટોળા સિંહ દર્શન માટે ઉમટયાધારી તાલુકો ગીરકાંઠાનો તાલુકો છે. જેને પરિણામે અહી રેવન્યુ વિસ્તારમા તો સાવજોનો વસવાટ છે જ સાથેસાથે ગીર જંગલમા વસતા સાવજો પણ અવારનવાર શિકારની શોધમા ગીર બહાર રેવન્યુ વિસ્તારમા આવી ચડે છે. ગઇકાલે ધારી તાલુકાના ફતેગઢ ગામની સીમમા ચાર સાવજો દ્વારા એક બળદ તથા એક ગાયનુ મારણ કરવામા આવ્યુ હતુ.
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા સાવજો દ્વારા જયારે પણ પશુઓનુ મારણ કરવામા આવે છે ત્યારે આ વાત વાયુવેગે આસપાસના વિસ્તારમા ફરી વળે છે.
ફતેગઢની સીમમા ગઇકાલે ચાર પાઠડા સાવજ આવી ચડયા હતા. અને એક બળદ તથા એક ગાયનુ મારણ કર્યુ હતુ. આ વાત વાયુવેગે ફેલાતા સિંહ દર્શન માટે અહી લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જો કે મોડે સુધી અહી વનવિભાગનો સ્ટાફ પહોંચ્યો ન હતો. સાવજો દ્વારા રેઢીયાર ગાયનુ મારણ કરાયુ હતુ જો કે બળદ કોની માલિકીનો હતો તે અંગે વનવિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ ન હોય સ્પષ્ટ થઇ શકયુ ન હતુ. ગીરકાંઠાના ગામોમા સાવજો દ્વારા આ પ્રકારે મારણની ઘટનાઓ સતત બનતી જ રહે છે. અને આ જ રીતે સિંહ દર્શન માટે લોકોના ટોળેટોળા પણ જામતા રહે છે.
No comments:
Post a Comment