Bhaskar News, Junagdah
| Nov 17, 2013, 01:02AM IST
જંગલમાં ખડકાયો ઢગલા બંધ કચરોગિરનારની લીલી પરિક્રમા નવ લાખ કરતા વધુ યાત્રાળુઓએ પૂર્ણ કરી છે. પર્યાવરણને નુકસાન ન થાય તેને ધ્યાને રાખી તંત્રએ ખાસ તકેદારી રાખી હતી. છતા પણ ઢગલા બંધ પ્લાસ્ટીકનો કચરો જંગલમાં ઠલવાયો છે. જેની સફાઇ કરતા વન વિભાગને પરસેવો વળી જશે.જંગલ મધ્યે યોજાતી ગિરનારની પાવનકારી પરિક્રમા આવતી કાલે વિધીવત રીતે પૂર્ણ થનાર છે. તે પહેલા આજે ગિરનાર ખાલી થઇ ગયું છે. દરવર્ષની માફક ચાલુ વર્ષે પણ પરિક્રમામાં માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ. ચાલુ વર્ષે નવ લાખ કરતા વધારે યાત્રાળુઓ પરિક્રમામાં આવ્યા હતા.
પરિક્રમામાં આવતા યાત્રાળુઓએ જંગલમાં નદી-નાળામાં વહેતા પાણીનો સ્નાન કરવા, કપડાં ધોવામાં ઉપયોગ કર્યો હોય છે. તેમજ જંગલમાં પ્લાસ્ટિકની ઠેલી સાથે રાખતા હોય છે. તંત્ર દ્વારા પ્લાસ્ટિક ન વાપરવા, સ્નાન માટે સાબુ ન વાપરવા, પ્લાસ્ટિક કચરા પેટીમાં જ નાખવા જેવી અનેક સુચનાઓ સાઇન ર્બોડ પર લગાડી હતી. તેમજ તંત્ર દ્વારા ચેકીંગ પણ કરવામાં આવતું હતું. છતા પણ કેટલાક યાત્રાળુઓએ બેફામ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. અને ૩૬ કિમીનાં પરિક્રમા માર્ગ પર પ્લાસ્ટિક ફેંક્યું હતું. ઠેર-ઠેર પ્લાસ્ટિક ફેંકાતાં જંગલમાં પ્લાસ્ટિકનાં ઢગલા ખડકાઇ ગયા છે. તેમજ ગંદીકનું સામ્રાજ્ય ફેલાઇ ગયું છે. જંગલમાં પ્લાસ્ટીક અને ગંદીકને દુર કરતાં વન વિભાગને દિવસો લાગી જશે. જંગલમાં ખડકાયેલા પ્લાસ્ટીકની સફાઇ માટે આગમી દિવસમાં વન વિભાગ, સેવાકીય સંસ્થા દ્વારા કવાયત હાથ
ધરવામાં આવનાર છે. જો કે, દર વર્ષે સેવાભાવી સંસ્થાઓ આ માટે આગળ આવતી હોય છે.
No comments:
Post a Comment