Dilip Raval, Amreli
| Nov 22, 2013, 17:16PM IST
નવા આગરીયા ગામને સિંહના ટોળાએ બાનમા લીધુ
એક ગાયનું મારણ કરી ગામમા ચક્કર લગાવ્યા : ગ્રામજનોમાં ફફડાટ
રાજુલા તાલુકાના નવા આગરીયા ગામે આજે વહેલી સવારે સાતેક વાગ્યાના
સુમારે સિંહનું ટોળું છેક ગામમાં ઘુસી ગયું હતું. આ ટોળાએ જાણે ગામમા આતંક
મચાવ્યો હોય તેમ એક ગાયને ફાડી ખાધી હતી. બાદમાં આ સિંહના ટોળાએ ગામની
શેરીઓમાં આમથી તેમ આંટાફેરા માર્યા હતા. જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાઇ
ગયો હતો.
સિંહનુ ટોળું ગામમાં આંટાફેરા મારતું હોય લોકોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. અને બપોર સુધી કોઇ બહાર નીકળ્યુ ન હતુ. બાદમાં આ ટોળુ ગામથી દુર જતુ રહ્યું હતુ. ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે અમોએ અગાઉ પણ વનવિભાગને આ વિસ્તારમાં સિંહ આંટા મારતા હોવાની જાણ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી કરવામા આવી ન હતી.
હાલ એકતરફ ખેતીની સિઝન ચાલી રહી છે. ખેડુતોને આખો દિવસ ખેતરોમાં રહેવું પડતું હોય છે. ત્યારે આ સિંહનું ટોળું આ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યું હોય ખેડુતો અને મજુરો વાડીએ જતા ભય અનુભવી રહ્યાં છે. આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરૂ ગોઠવી આ સિંહોને પકડી જંગલમાં છોડે તેવી લોકોએ માંગ ઉઠાવી રહ્યાં છે.

No comments:
Post a Comment