Thursday, April 30, 2020

તુલસીશ્યામ નજીક સિંહ અને નાગ વચ્ચે ઇન્ફાઇટ, નાક પર ફેણ મારી દેતા હેમરેજ થતા સાવજનું મોત


પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • જશાધાર રેન્જમાં સાવજીયું નેળું વિસ્તારમાથી 14 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો

દિવ્ય ભાસ્કર

Apr 05, 2020, 10:30 AM IST

જૂનાગઢ. જશાધાર રેન્જમાં સાવજીયું નેળું વિસ્તારમાથી 14 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.  બનાવની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને તપાસહાથ ધરી હતી. આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરતા કંઇ વાંધાજનક મળી આવ્યું નહોતું. સિંહના નાક પર સાપ કરડ્યાના નિશાનો જોવા મળ્યા હતા. આથી મૃતદેહને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લાવીને પીએમ કરાતા સિંહનું મોત સર્પદંશથી થયાનું ખુલ્યું હતું. સર્પદંથથી સિંહના શરીરમાં ઇન્ટરનલ બ્લીડીંગ અને હેમરેજ થવાને લીધે મોત થયાનું માલુમ પડ્યું હતું. કોઇ કારણોસર સાપ અને સિંહ વચ્ચે ઇન્ફાઇટ થયાનું જાણવા મળ્યું છે 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/infight-between-lion-and-snake-so-lion-death-near-tulasishyam-127112692.html

600થી વધુ સિંહ પર હવે 24 કલાક નજર


સક્કરબાગ ઝૂમાં તો પાછળનાં ભાગે ક્વોરન્ટાઇન ઝોન બનાવ્યો જ છે. જેમાં ખાસ તો એક પાંજરાને અડીને બીજું પાંજરું ન હોય તેનું ખાસ ધ્યાન રખાયું છે.
સક્કરબાગ ઝૂમાં તો પાછળનાં ભાગે ક્વોરન્ટાઇન ઝોન બનાવ્યો જ છે. જેમાં ખાસ તો એક પાંજરાને અડીને બીજું પાંજરું ન હોય તેનું ખાસ ધ્યાન રખાયું છે.

  • ન્યુયોર્કના ઝૂમાં વાઘણને કોરોના પોઝિટીવ આવતાં વનવિભાગ એક્શન મોડમાં
  • ઝૂ , દેવળિયા અને આંબરડી સફારી પાર્ક, બરડા જીનપુલ, જશાધાર-સાસણ સહિતના એનિમલ કેર સેન્ટરોમાં પણ સિંહ-વાઘ-દીપડાને કોરોનાના લક્ષણો દેખાશે તો કવોરન્ટાઇન

દિવ્ય ભાસ્કર

Apr 07, 2020, 03:57 AM IST

જૂનાગઢ . માનવીમાં કોરોનાને પગલે અડધી દુનિયા લોકડાઉન થઇ ગઇ છે. ત્યારે અમેરિકાના ન્યુયોર્કનના ઝૂમાં એક વાઘણમાં કોરોના પોઝિટીવના લક્ષણો જોવા મળ્યા છે. આથી ભારતમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ દેશના તમામ ઝુમાં બિલાડી કૂળના પ્રાણીઓ, વાનર અને તેના કૂળના પ્રાણીઓના પાંજરાને ડીસ ઇન્ફેક્ટન્ટ કરી તેઓ પર 24 કલાક દેખરેખ રાખવાની સુચના આપવામાં આવી છે. આ સુચનાને પગલે ગિર વિસ્તારના તમામ ઝૂ, સફારી પાર્ક, એનિમલ કેર સેન્ટર, જીન પુલ વગેરેમાં સિંહ, વાઘ અને દિપડાના પાંજરા ડીસઇન્ફેક્ટન્ટ કરી તેના કેર ટેકરોને પણ સેનિટાઇઝ કરવાની સુચના અપાઇ છે. 

સિંહ-દીપડાને કોરોનાના લક્ષણો જણાય તો તુરંત ઉપરી અધિકારીને જાણ કરવાની સુચના
સાથે જંગલમાં ફરતા ટ્રેકરોને પણ સિંહ-દીપડાને કોરોનાના લક્ષણો જણાય તો તુરંત ઉપરી અધિકારીને જાણ કરવાની સુચના જારી કરવામાં આવી છે. આ અંગેની વધુ વિગતો આપતાં જૂનાગઢના સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની સુચના મુજબ, સક્કરબાગ ઝૂ, દેવળિયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક, બરડા જીનપુલ, વનવિભાગના તમામ એનિમલ કેર સેન્ટરોમાં તેની અમલવારી શરૂ કરી દેવાઇ છે. આ સુચના અંતર્ગત જેતે સ્થળે વેટરનરી ડોક્ટર સિંહ-દીપડા અને વાઘ સહિત બિલાડી કૂળના તમામ પ્રાણીઓ, વાનર જેવા પ્રાણીઓનું સીસી ટિવી કેમેરાથી 24 કલાક મોનિટરીંગ કરશે. અને પ્રાણીને કોઇ તકલીફ જણાય તો તુરત તેની તપાસ કરશે. આ સુચના અંતર્ગત બધાજ પાંજરાને ડીસ ઇન્ફેક્ટન્ટ કરવામાં આવશે. પ્રાણીઓના કેર ટેકર, તેને ફૂડ આપનાર, પાંજરાની સફાઇ કરનાર તમામને માસ્ક અને હાથ મોજાં પહેરીનેજ પાંજરા પાસે જવા દેવામાં આવશે. આ માટે તેઓને પણ પ્રોટેક્શન કીટ અપાઇ છે.

પ્રાણીઓમાં આ લક્ષણો પર વધુ નજર
તાવ, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાંથી પ્રવાહી નિકળવું, ઉધરસ ખાવી, કફ નિકળવો. આવા સંજોગોમાં વેટરનરી સર્જન તુરત તેનો નમુનો લઇ લેબમાં મોકલી આપશે.

પ્રાણીઓના રિપોર્ટ ક્યાં થશે ?
ઝૂ અને વન્ય પ્રાણીઓને થતા રોગોનો ટેસ્ટ કરાવવા ઇન્ડિયન વેટરનરી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટની બરેલી, હિસ્સાર, ભોપાલમાં લેબોરેટરી છે. આ પ્રાણીઓના ટેસ્ટ ત્યાં કરવામાં આવશે.

ટ્રેકરોને પણ સુચના અપાઇ
ગિર વિસ્તારમાં સિંહોનું ટ્રેકીંગ કરતા ટ્રેકરો, ફિલ્ડ સ્ટાફને પહેલેથીજ માસ્ક સહિતની તકેદારી રાખવા સુચના અપાઇ છે. પણ હવે તેઓને સિંહ-દીપડા જેવા પ્રાણીઓમાં પણ ઉપરોક્ત લક્ષણો દેખાય તો તુરત ઉપરી અધિકારીને જાણ કરવાની સુચના પણ આપવામાં આવી છે. -ડી. ટી. વસાવડા, સીસીએફ
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/now-watchout-24-hours-over-600-lions-127119037.html

કાઠિયાવાડી અશ્વોને સેનેટાઈઝ કરાયા,અશ્વ ઉછેર ફાર્મને મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું

  • ટ્રસ્ટની હોસ્પિટલમાં 100 સેમી આઇસોલેશન બેડ તૈયાર: ક્વોરન્ટાઇન વોર્ડમાં 104, બોટ ક્વોરન્ટાઇનમાં 17 લોકો ચકાસણી હેઠળ
  • કોરોનાને પગલે પોરબંદરમાં આવેલા અશ્વ ઉછેર ફાર્મને મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું
  • સેમી આઇસોલેશન વોર્ડમાં 6 દર્દીઓ દાખલ, 5 દર્દીઓના સ્વોબના નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

દિવ્ય ભાસ્કર

Apr 07, 2020, 04:06 AM IST

પોરબંદર. પોરબંદર ખાતે માધવાણી કોલેજ ગ્રાઉન્ડ પાછળ ગુજરાત અને ભારતના એક માત્ર શુદ્ધ કાઠીયાવાડી ઘોડાઓ ના અશ્વ ઉછેર ફાર્મ આવેલ છે, રાજેન્દ્રસિંહ જાડેજાની માલિકીના આ અશ્વો છે, હાલ કોરોના ને પગલે તમામ ઘોડાઓ નું નિયમ મુજબ સેનેટાઈઝર વડે સાફ કરી, સફાઈ કરવામાં આવે છે.કોરોના ને પગલે આ ફાર્મ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. આ ફાર્મ ખાતે ઉછરી રહેલા 19 શુદ્ધ ઓલાદના કાઠિયાવાડી ઘોડાની 6 પેઢીઓનો રેકોર્ડ સાચવી રાખવામાં આવ્યો છે. 

આઇસોલેશન વોર્ડમાં કોરોના પોઝિટિવના 3 દર્દીઓ સારવાર હેઠળ

ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ કાઠિયાવાડી હોર્સ બ્રિડર્સ એસો. ની સ્ટુડ બુક્સ ઓફ કાઠિયાવાડી હોર્સ ઓફ ઇન્ડિયા છે તેમ બધાજ રજીસ્ટર કરવામાં આવેલ છે. અને ટૂંક સમયમાં એમને માઈક્રો ચિપ પણ નાખી ને તેમનું ફરી ડીએનએ ટેસ્ટિંગ માટે લોહી અને વાળ ના સેમ્પલિંગ કરવામાં આવશે, જે અશ્વોને ઇન્ટરનેશનલ હોર્સ પાસપોર્ટ બનાવવામાં તે ઉપીયોગ કરવામાં આવશે.પોરબંદરમાં કોરોનાને પગલે ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં કોરોના પોઝિટિવના 3 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે સેમી આઇસોલેશન વોર્ડમાં 6 દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાં એક 15 વર્ષની તરૂણી પણ સારવાર હેઠળ છે, કુલ 5 દર્દીઓના સવૉબ ના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો

હોસ્પિટલમાં 6 આઇસોલેશન બેડ અને 100 સેમી આઇસોલેશન બેડ તૈયાર

કોરોના વાઇરસ ને પગલે ટ્રસ્ટની મોરારજી ખેરાજ ઠાકરાર ઓર્થોપેડિક હોસ્પિટલ, પોરબંદરને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ તમામ સ્ટાફ સાથે એક્સ્ક્યુઝીવ કોવિડ 19 હોસ્પિટલ તરીકે કલેકટર અને જિલ્લા મેરિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ છે, આ હોસ્પિટલમાં 6 આઇસોલેશન બેડ અને 100 સેમી આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવેલ છે. તેમજ દર્દીઓને દાખલ કરીને આપવાની થતી તબીબી સારવાર માટે જરૂરી ઈકવિપમેન્ટ તથા કન્ઝ્યુમેબલ ઉપલબ્ધ કરવામાં આવેલ છે, ઉપરાંત આ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ ફલૂ ઓપીડી માં શરદી  ખાંસીની સારવાર સવારના 09 થી 01 તથા સાંજ ના 05 થી 07 કલાક દરમ્યાન તપાસવામાં આવશે જેનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. જિલ્લા કવોરંટાઇન સેન્ટર ખાતે હાલ 104 વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે, તેમજ બોટ કવોરંટાઇન માં 17 વ્યક્તિ ચકાસણી હેઠળ રાખવામાં આવેલ છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/porbandar/news/kathiawadi-horse-senateized-horse-breeding-farm-closed-for-visitors-127119040.html

ગીરની સોડમ કેસર કેરીને કોરોનાના ગ્રહણની ભીતિ

  • એક્સપોર્ટ નહીં થઇ શકવાથી ખેડૂતોને પડશે ફટકો

દિવ્ય ભાસ્કર

Apr 07, 2020, 04:41 AM IST

તાલાલા. તાલાલા પંથકની પ્રસિદ્ધ કેસર કેરીની સીઝન શરૂ થવાને માંડ 15 દિવસની વાર છે. ફ્રેશ મેંગો એક્ષ્પોર્ટ માટે અત્યારથીજ કામગીરી શરૂ થઇ ચુકી છે. પરંતુ કોરોનાને લીધે એક્ષ્પોર્ટનું કામકાજ બંધ છે. આથી આ વર્ષે કેસર કેરી એક્ષ્પોર્ટ નહીં થઇ શકે. અને તે હાફૂસ કેરીની જેમજ સ્થાનિક સ્તરે વેચાશે. આથી ખેડૂતોને આર્થિક ફટકો પડશે તો લોકોને ઘરઆંગણે થોડી સસ્તી અને સારી ગુણવત્તાની કેરી ખાવા મળશે.

હાલ હાફૂસ કેરીના ભાવ એક્ષ્પોર્ટનાં અભાવે નીચા
કેસરી કેરીના પ્રથમ તબક્કાનો પાક મોટા ભાગે એક્ષ્પોર્ટમાં થતો હોય છે. ગીરમાંથી અમેરિકા, યુરોપ સહિત આરબ અને ખાડીના દેશોમાં અલગ-અલગ એક્ષ્પોર્ટરો મારફત કેસર કેરી મોકલવામાં આવે છે. કોરોનાને લીધે ફ્રેશ કેરીનું એક્ષ્પોર્ટ હાલ થઇ શકે તેમ નથી. આથી આગામી એપ્રિલ માસના અંતમાં કેરીની સીઝન શરૂઆતની સાથે કોરોનાનો કહેર શાંત થાય અને કેરીનાં પલ્પના ઓર્ડર મળે તો માટે કેનીંગ પ્લાન્ટો કેરીની ખરીદી કરી શકશે. અને જો પલ્પના ઓર્ડર પણ નહીં મળે તો સ્થાનિક કક્ષાએ માંગ મુજબનો જથ્થો કેનીંગ પ્લાન્ટો ખરીદી પલ્પનાં પેકીંગ તૈયાર કરશે. હાલ હાફૂસ કેરીના ભાવ એક્ષ્પોર્ટનાં અભાવે નીચા છે. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/talala/news/fear-of-corona-eclipse-of-girs-sodium-saffron-mango-127119058.html

કોરોના રીએક્શન.ગિરનાર રોપ-વેનું કામ ઠપ્પ

  • લોકડાઉન થતાં રોપ-વે અને જૂનાગઢ બાયપાસનું કામ બંધ
  • લોકડાઉનને લીધે રોપ-વેના ઇજનેરો વિદેશથી નહીં આવી શકે

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 02:15 AM IST

જૂનાગઢ. કોરોનાના લોકડાઉનને પગલે ગિરનાર રોપ-વેની કામગિરી પણ ઠપ્પ થઇ ગઇ છે. ખાસ કરીને તેનો અમુક સરસામાન આવી નથી શકતો. તો વિદેશથી ઇજનેરો ન આવે ત્યાં સુધી ટ્રાયલ પણ નહીં થઇ શકે. આમ કમસેકમ લોકડાઉનની મુદ્દત સુધી તો રોપ વેની કામગિરી ઠપ્પ રહેશે. એજ રીતે જૂનાગઢ બાયપાસની કામગિરી પણ હાલ બંધ કરાઇ છે. હવે લોકડાઉન ખુલે ત્યાં સુધી વાટ જોયા સિવાય આરો નથી. 
ગિરનાર રોપ-વેના પોલ ઉભા કરવાની ઘણીખરી કામગિરી પૂરી થઇ ગઇ છે.

બાકીનું 9 ટકા કામ પૂરું કરવા જરૂરી સરસામાન હમણાં આવી શકે એમ નથી

લગભગ 91 ટકા જેવું કામ પૂર્ણ થઇ ગયું છે. પણ બાકીનું 9 ટકા કામ પૂરું કરવા જરૂરી સરસામાન હમણાં આવી શકે એમ નથી. વળી તેની ટ્રાયલ પણ થશે. એ માટે ડોપલમેર કંપનીના વિદેશથી આવનાર ઇજનેરો પણ કોરોનાને લીધે આવી નહીં શકે. જ્યારે કોરોનાનો કહેર દુર થાય અને ભારત આવતી ફ્લાઇટો શરૂ થાય પછીજ તેઓ આવી શકશે. ત્યાં સુધી રોપ-વેની કામગિરી આગળ ધપવાની નથી. જોકે, આ મામલે ઉષા બ્રેકોના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. પણ લોકડાઉન ખૂલ્યા બાદ પણ તેની કામગિરી તુરંત શરૂ થાય એવી શક્યતા પણ ઓછી છે. અત્યારે અંબાજી ખાતે અપર સ્ટેશનનું કામ કંપલીટ થઇ ગયું છે. તો અમુક સ્થળે પોલના માળખાનું કામ પણ અધૂરું છે. આમ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થવાને અત્યારે તો કોરોનાનું ગ્રહણ નડી રહ્યું છે.દરમ્યાન જૂનાગઢ બાયપાસની કામગિરી પણ અધૂરી છે ત્યાંજ કોરોનાને લીધે લોકડાઉન જાહેર થતાં એ કામગિરી પણ અટકી પડી છે. 

રોપ-વે માટે ખાસ પરવાનગી માંગીશું
^15 એપ્રિલથી લોકડાઉન ન ખૂલે તો એવા સંજોગોમાં ગિરનાર રોપ-વેનું કામ ન અટકે એ માટે અમે ખાસ પરવાનગી આપવા અમે જરૂર પડ્યે સરકારને રજૂઆત કરીશું.-યોગી પઢિયાર, પૂર્વ સભ્ય, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ

ક્યા કામો બાકી ?
1100 પગથિયાં પાસેનો ટાવર સૌથી હેવી અને જમ્બો હશે. આ ટાવરના માળખાની કામગિરી હજુ અધૂરી છે. એ લોકડાઉન ખુલ્યા બાદ શરૂ થશે. અપર સ્ટેશનથી અંબાજી મંદિર સુધીની જગ્યામાં પગથિયાં, વોક વે અને ટોઇલેટ બ્લોક જેવા કામો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ. 60 લાખના ખર્ચે થઇ રહ્યા છે. લોકડાઉનમાં આ કામો પણ અટક્યા છે.

ઓસ્ટ્રિયાના બે ઇજનેરો પરત ગયા
દેશભરમાં કોરોનાનો કહેર શરૂ થતાંજ ગિરનાર પર રોકાયેલા ઓસ્ટ્રિયાના બે ઇજનેરોને પરત મોકલી દેવાયા હતા. હવે લોકડાઉન ખુલ્યા બાદ તેઓ પરત આવશે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/corona-reaction-127125349.html

સિંહ ગણતરી મોકૂફ,વનવિભાગે ગણતરીને લઇ તમામ તૈયારીઓ કરી લીધી હતી

  • શકય હોય તો જૂન-જુલાઇમાં ગણતરી કરવા વનતંત્રની વિચારણા : ગણતરીકારાેની સલામતી માટે તંત્રનાે નિર્ણય
  • દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી થાય છે, મે માસમાં યોજાનાર ગણતરી કોરાનાને કારણે મુલત્વી રખાઇ 

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 02:07 AM IST

લીલીયા. ગુજરાતના વાઇલ્ડ લાઇફ પ્રી-સીસીએફ શ્યામલ ટીકેદારે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમા જણાવ્યું હતુ કે આગામી મે માસમા યાેજાનાર સિંહ ગણતરી હાલની સ્થિતિને ધ્યાને લેતા મોકુફ રાખવામા આવેલ છે. આગળની સ્થિતિ જાેઇ જુન જુલાઇમા ગણતરીનુ આયોજન થઇ શકે છે. દર પાંચ વર્ષે સૌરાષ્ટ્રમા સિંહની ગણતરી કરાય છે જેમા વનવિભાગના કર્મચારીઓ તેમજ સ્વયંસેવકોની પણ મદદ લેવામા આવે છે.

વન્યપ્રાણીઓમા પણ આ રોગચાળો પ્રસરવાની ભિતી

દર વર્ષે સાવજોની વસતિ વધી રહી છે. આ વખતે પણ ગણતરીમા ખાસ્સો વધારો જોવા મળે તેવી શકયતા જોવાતી હતી. સિંહપ્રેમીઓ સાવજોની વસતિ કેટલી વધી તે જાણવા ઉત્સુક હતા. પરંતુ કમનસીબે વસતિ ગણતરી જ અટકી પડી છે. કાેરાેનાને લઇને આખી દુનિયા એક નવી જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વન્યપ્રાણીઓમા પણ આ રોગચાળો પ્રસરવાની ભિતી સેવાઇ રહી છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તંત્રની પ્રાથમિકતા હવે ગણતરીના બદલે સાવજોમા આવાે કાેઇ રાેગચાળો ન ફેલાય તે દિશામા છે.  આ ઉપરાંત ગણતરીમા માેટી સંખ્યામા લોકોને કામે લગાડવા પડતા હાેય કોરોનાને લઇને તેમની સલામતી પણ અગત્યની છે. દેશમા વર્તમાનમા કાેરાેનાની સ્થિતિ જાેતા જુન જુલાઇમા પણ આ ગણતરી યોજાશે કે કેમ તે અંગે શંકા છે.

હાલમાં તાલીમ -સેમિનાર શકય નથી : પ્રિ-સીસીએફ
સિંહ ગણતરીને આખરી ઓપ આપવા સાસણ ખાતે સ્વયંસેવકો અને અધિકારીઓ, કર્મચારીઓની મિટીંગો,તાલીમ સેમીનારો યાેજવા પડે પરંતુ હાલની સ્થિતિમા તે શકય નથી જેથી આ નિર્ણય લેવાયો છે. -પ્રિ-સીસીએફ ટીકેદાર
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/liliya/news/the-lion-count-was-postponed-127125347.html

ગોરસર ગામે નાળિયેરના બગીચામાં આગ ભભૂકી 70 થી 75 નાળિયેરી બળીને ખાખ

Fire burning in coconut garden in Gorsar village burns 70 to 75 coconuts

  • 11 કે વી લાઈનમાં શોટ-શર્કીટથી આગ લાગી : સદનશીબે જાનહાની ટળી

દિવ્ય ભાસ્કર

Apr 12, 2020, 02:30 AM IST

પોરબંદર ,માધવપુર . પોરબંદર સોમનાથ મેન હાઇવે પર ગોરસેર ગામે નાથાભાઈ જાડેજા નામના ખેડૂતના નાળિયેરીના બગીચા પરથી પસાર થતી 11 કે વી વીજ લાઈનમાં  ગત રાત્રીના સમયે શોટ-શર્કીટ થતા આગ લાગી હતી, આગ લાગતાની સાથેજ ખેડૂત નાથાભાઈ જાડેજાએ ધારાસભ્ય કાધલભાઈ જાડેજા ને ફોન કરી મદદ માંગતા કાધલભાઈ જાડેજાએ ફાયર બ્રિગેડને તાતકાલિક ગોરસર ગામે દોડાવી હતી, અને ઘટનાસ્થળે પહોંચેલી ફાઈયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી, આગને લીધે બગીચાની નાળીયેરી બળીને ખાખ થઇ જતા રૂ 6 લાખ જેવું નુકશાન થયું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું, જો કે કોઈ જાનહાની થઇ ના હતી. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/porbandar/news/fire-burning-in-coconut-garden-in-gorsar-village-burns-70-to-75-coconuts-127150840.html

જશાધાર રેન્જમાં 5થી વધુ વનરાણીની ગોદમાં પારણા બંધાશે

  • જશાધાર રેન્જમાં 5થી વધુ વનરાણી ગર્ભવતી

દિવ્ય ભાસ્કર

Apr 12, 2020, 04:41 AM IST

 ઊના. એક તરફ કોરોના વાયરસના સંક્રમણની લપેટમાં વિદેશમાં વન્યપ્રાણી પણ આવ્યા છે. ત્યારે ગિર પૂર્વ વનવિભાગની જશાધાર રેન્જમાં 5થી વધુ વનરાણી ગર્ભવતી છે. અને ટુંક સમયમાં વનરાણીઓ સિંહબાળને જન્મ આપશે. પરંતુ હાલ કોરોનાની મહામારી ચાલતી હોઇ આ સિંહણો પર વનવિભાગનો સ્ટાફ મોનીટરીંગ કરી રહ્યો છે. જે વિસ્તારમાં આ સિંહણોનું લોકેશન મળ્યું છે. એ લોકેશનમાંથી બહાર ન નિકળે તે માટે ટ્રેકરોથી અધિકારીઓ દ્વારા મોનીટરીંગ થઇ રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/the-ladder-of-more-than-5-warehouses-will-be-built-in-the-jasadhar-range-127151054.html

તાલાલાના ધાવા ગામમાં 6 સિંહે 2 ગાયનાં મારણ કર્યાં

  • બે ગાયનું મારણ કર્યા બાદ સવાર સુધી મીજબાની માણી

દિવ્ય ભાસ્કર

Apr 13, 2020, 04:11 AM IST

તાલાલા. તાલાલા પંથકનાં ધાવા ગામમાં મોડી રાત્રે 6 સાવજો આવી ચઢયા હતાં. અને બે ગાયનું મારણ કરતાં લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો હતો. ધાવા ગામે લેઉવા પટેલ સમાજનાં ચોકમાં શનિવારે મોડી રાત્રે 6 સાવજોનું ગ્રુપ આવી ગયું હતું. અને બજારોમાં ફરતી ગાયો પર હુમલા કર્યા હતાં. અને બે ગાયનું મારણ કર્યા બાદ સવાર સુધી મીજબાની માણી હતી
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/talala/news/6-lions-killed-2-cows-in-dhawa-village-of-talala-127157401.html

ત્રાકુડા સિંહ થકી 2 સિંહણને 10 બચ્ચાં જન્મ્યાં,10 દિવસમાં 21 સિંહબાળનું આગમન


સક્કરબાગ ઝૂમાં સિંહબાળ પર અધિકારીઓની નજર
સક્કરબાગ ઝૂમાં સિંહબાળ પર અધિકારીઓની નજર

  • 6 વર્ષ પહેલાં અમરેલીના ત્રાકુડા નામના જે વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયા બાદ એજ નામથી ઓળખાયો : ત્રાકુડાની ઉંમર 10 વર્ષની
  • તમામ સિંહબાળ સ્વસ્થ અને સિંહણના ખોરાકમાં વધારો કરાયો

દિવ્ય ભાસ્કર

Apr 13, 2020, 05:05 AM IST

જૂનાગઢ. ત્રાકુડા નામના નર થકી છેલ્લા 5 જ દિવસમાં બે સિંહણ ગર્ભવતી બની હતી. એ પૈકીની ડી-1 ને 6 બચ્ચાં જ્યારે ડી-4 નામની બીજી સિંહણને 4 બચ્ચાં જન્મ્યાં છે. આમ ત્રાકુડા થકી 5 દિવસમાં 2 સિંહણને કુલ 10 સિંહબાળ જન્મ્યા છે.આ અંગેની વિગતો આપતાં સક્કરબાગ ઝૂનાં વેટરનરી સર્જન ડો. કડીવાલે જણાવ્યું હતું કે, આજે ડી-4 તરીકે ઓળખાતી સિંહણે 4 બચ્ચાંને જન્મ આપ્યો છે. ચારેય બચ્ચાં નર છે.

ડી-1 તરીકે ઓળખાતી સિંહણે એક સાથે 6 બચ્ચાંને જન્મ આપ્યો
આ સિંહણે પણ ત્રાકુડા નર થકીજ ગર્ભાધાન કર્યું હતું. ગત તા. 8 એપ્રિલે ત્રાકુડા થકી જ ડી-1 તરીકે ઓળખાતી સિંહણે એક સાથે 6 બચ્ચાંને જન્મ આપ્યો હતો. ખુદ ડી-1 સિંહણ પણ તેના છએ બચ્ચાંની બરાબર સંભાળ રાખી રહી છે. છએક વર્ષ પહેલાં અમરેલીના ત્રાકુડા વિસ્તારના જંગલમાં એક સિંહને પગમાં ઇજા થતાં સારવાર માટે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં લવાયો હતો. અને સાજો થયા બાદ તેની ઇજા કાયમી હોવાથી ફરી જંગલમાં છોડી શકાય એમ નહોતો. આથી તેનો ઉપયોગ સંવર્ધન માટે કરવા તેને અહીંજ રખાયો અને ત્યારથી તેનું નામ ત્રાકુડા પડી ગયું. અત્યાર સુધીમાં તેના થકી અનેક સિંહણોએ ગર્ભાધાન કર્યું છે. અસંખ્ય બચ્ચાંનો તે પિતા છે.

5 દિવસમાં સક્કરબાગનો બીજો રેકોર્ડ  
5 દિવસ પહેલાં ડી-1 સિંહણને એકસાથે 6 અને બીજી એક સિંહણને 2 બચ્ચાંનો જન્મ થતાં એ વાઇલ્ડ લાઇફમાં આવી ઘટના એક રેકોર્ડ હતો. એ પછી 5 જ દિવસમાં વધુ 4 બચ્ચાં જન્મતાં 10 જ દિવસમાં એકજ ઝૂમાં 21 બાળના ઉમેરાનો બીજો રેકોર્ડ બન્યો છે. આ રેકોર્ડ આગામી દિવસોમાં વધુ સિંહબાળના જન્મ બાદ તૂટે એવી પણ શક્યતા છે.

1998થી સક્કરબાગમાં સિંહનું સંવર્ધન 
 1863 માં જૂનાગઢના નવાબ મહોબતખાનજી બીજાએ સક્કરબાગ ઝૂની સ્થાપના કરી. ત્યારે ભારતમાં સ્થપાનાર એ બીજું ઝૂ હતું. આજે તે દેશનું ચોથા નંબરનું સૌથી મોટું ઝૂ છે. હાલ તે 84 હેક્ટર એટલેકે, 210 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અને 1998 થી અહીં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના સહયોગથી એશિયાટિક સિંહોનું સંવર્ધન થઇ રહ્યું છે.

કયારેક ઓછા સિંહબાળ પણ જન્મી શકે
અમુક વર્ષે ઝૂ માં સિંહણને વધુ બચ્ચા જન્મે તો કયારેક એવું પણ બને કે બહુ ઓછા સિંહબાળ જન્મે આની પાછળ મામુલી પરિબળો પણ કારણભુત બને જે આપણા ધ્યાને પણ ન આવે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lioness-born-four-cub-in-sakkarbaug-zoo-at-junagadh-127156698.html

કોરોના રીએક્શન.ગિરનાર રોપ-વેનું કામ ઠપ્પ


સૌથી ઉંચો ટાવર ઉભો થઇ ગયો /ગિરનાર રોપ-વેનો સૌથી ઉંચો 30 મીટરનો ટાવર જૈન દેરાસર પાસેનો હતો. એનું કામ તેમજ અપર સ્ટેશન પાસેના ટાવરનાં કામો થઇ ગયાં છે.
સૌથી ઉંચો ટાવર ઉભો થઇ ગયો /ગિરનાર રોપ-વેનો સૌથી ઉંચો 30 મીટરનો ટાવર જૈન દેરાસર પાસેનો હતો. એનું કામ તેમજ અપર સ્ટેશન પાસેના ટાવરનાં કામો થઇ ગયાં છે.

  • લોકડાઉન થતાં રોપ-વે અને જૂનાગઢ બાયપાસનું કામ બંધ
  • લોકડાઉનને લીધે રોપ-વેના ઇજનેરો વિદેશથી નહીં આવી શકે

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 02:15 AM IST

જૂનાગઢ. કોરોનાના લોકડાઉનને પગલે ગિરનાર રોપ-વેની કામગિરી પણ ઠપ્પ થઇ ગઇ છે. ખાસ કરીને તેનો અમુક સરસામાન આવી નથી શકતો. તો વિદેશથી ઇજનેરો ન આવે ત્યાં સુધી ટ્રાયલ પણ નહીં થઇ શકે. આમ કમસેકમ લોકડાઉનની મુદ્દત સુધી તો રોપ વેની કામગિરી ઠપ્પ રહેશે. એજ રીતે જૂનાગઢ બાયપાસની કામગિરી પણ હાલ બંધ કરાઇ છે. હવે લોકડાઉન ખુલે ત્યાં સુધી વાટ જોયા સિવાય આરો નથી. 
ગિરનાર રોપ-વેના પોલ ઉભા કરવાની ઘણીખરી કામગિરી પૂરી થઇ ગઇ છે.

બાકીનું 9 ટકા કામ પૂરું કરવા જરૂરી સરસામાન હમણાં આવી શકે એમ નથી

લગભગ 91 ટકા જેવું કામ પૂર્ણ થઇ ગયું છે. પણ બાકીનું 9 ટકા કામ પૂરું કરવા જરૂરી સરસામાન હમણાં આવી શકે એમ નથી. વળી તેની ટ્રાયલ પણ થશે. એ માટે ડોપલમેર કંપનીના વિદેશથી આવનાર ઇજનેરો પણ કોરોનાને લીધે આવી નહીં શકે. જ્યારે કોરોનાનો કહેર દુર થાય અને ભારત આવતી ફ્લાઇટો શરૂ થાય પછીજ તેઓ આવી શકશે. ત્યાં સુધી રોપ-વેની કામગિરી આગળ ધપવાની નથી. જોકે, આ મામલે ઉષા બ્રેકોના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. પણ લોકડાઉન ખૂલ્યા બાદ પણ તેની કામગિરી તુરંત શરૂ થાય એવી શક્યતા પણ ઓછી છે. અત્યારે અંબાજી ખાતે અપર સ્ટેશનનું કામ કંપલીટ થઇ ગયું છે. તો અમુક સ્થળે પોલના માળખાનું કામ પણ અધૂરું છે. આમ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થવાને અત્યારે તો કોરોનાનું ગ્રહણ નડી રહ્યું છે.દરમ્યાન જૂનાગઢ બાયપાસની કામગિરી પણ અધૂરી છે ત્યાંજ કોરોનાને લીધે લોકડાઉન જાહેર થતાં એ કામગિરી પણ અટકી પડી છે. 

રોપ-વે માટે ખાસ પરવાનગી માંગીશું
^15 એપ્રિલથી લોકડાઉન ન ખૂલે તો એવા સંજોગોમાં ગિરનાર રોપ-વેનું કામ ન અટકે એ માટે અમે ખાસ પરવાનગી આપવા અમે જરૂર પડ્યે સરકારને રજૂઆત કરીશું.-યોગી પઢિયાર, પૂર્વ સભ્ય, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ

ક્યા કામો બાકી ?
1100 પગથિયાં પાસેનો ટાવર સૌથી હેવી અને જમ્બો હશે. આ ટાવરના માળખાની કામગિરી હજુ અધૂરી છે. એ લોકડાઉન ખુલ્યા બાદ શરૂ થશે. અપર સ્ટેશનથી અંબાજી મંદિર સુધીની જગ્યામાં પગથિયાં, વોક વે અને ટોઇલેટ બ્લોક જેવા કામો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ. 60 લાખના ખર્ચે થઇ રહ્યા છે. લોકડાઉનમાં આ કામો પણ અટક્યા છે.

ઓસ્ટ્રિયાના બે ઇજનેરો પરત ગયા
દેશભરમાં કોરોનાનો કહેર શરૂ થતાંજ ગિરનાર પર રોકાયેલા ઓસ્ટ્રિયાના બે ઇજનેરોને પરત મોકલી દેવાયા હતા. હવે લોકડાઉન ખુલ્યા બાદ તેઓ પરત આવશે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/corona-reaction-127125349.html?art=next

લોકડાઉનની સ્થિતી વચ્ચે પણ જૂનાગઢ વેટરનરી હોસ્પિ.માં 4 પશુઓને સારવાર

  • 464 પશુ, પક્ષીઓની દેખરેખ માટે આઠનો સ્ટાફ તૈનાત જેમાં 2 ડોકટર સતત ફરજ બજાવી રહ્યાં છે

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 02:52 AM IST

જૂનાગઢ. સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર છે ત્યારે ભારતમાં પણ સંપુર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવી સ્થિતિ વચ્ચે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલ વેટરનરી કૉલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ હેતુ રખાયેલ આશરે ૪૬૪ પશુઓની સારવાર અને દેખરેખ માટે ૮ જેટલો સ્ટાફ તૈનાત રહે છે. જે પૈકી ૨ ડોક્ટરો છે. કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાના માર્ગદર્શન હેઠળ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના આચાર્ય ડો.પી. એચ. ટાંકના નેતૃત્વમાં મીનીમમ સ્ટાફની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

૧ ભેંસ, ૨ કુતરા અને ૧ બિલાડીને સારવાર આપવામાં આવી

આ અંગે વિગત આપતા પ્રાધ્યાપક ડૉ. કે. રવિકલાએ જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ વેટરનરી કોલેજમાં ૧ ભેંસ, ૨ કુતરા અને ૧ બિલાડીને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત ટેલિફોનીક સારવાર પણ અપાઇ છે. સામાન્ય દિવસોમાં શૈક્ષણીક હેતુ માટે રાખવામાં આવેલ પશુ,પક્ષીઓની સંભાળ માટે ૧૨-૧૩ નો સ્ટાફ હોય છે. પરંતુ હાલ ૮ લોકોનો સ્ટાફ રાખવામાં આવેલ છે. જે પૈકી બે ડોક્ટરો પણ ઇમરજન્સી માટે હોય છે.
પશુ              સંખ્યા
ગાય               3
ભેંસ                3
ઊંટ                1
ઘોડા               2
ઘેટાં-બકરા     80
સસલા           75
પક્ષીઓ        300

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/treatment-of-4-animals-at-junagadh-veterinary-hospital-amid-lockdown-situation-127125386.html

બરડા અભયારણ્યમાં પાંજરાઓને સેનેટાઈઝ કરાયા : પ્રાણી-પક્ષીઓની લેવાય છે કાળજી

  • પાંજરાનાે 2 મિટરનો વિસ્તાર સાફ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 03:06 AM IST

પોરબંદર. કોરોનાની મહામારી ચાલે છે ત્યારે પોરબંદર જિલ્લાના બરડા વન્ય પ્રાણી અભયારણ્ય માં રાખવામાં આવેલ પ્રાણીઓમાં કોરોના વાયરસ ન ફેલાય તે હેતુથી સાવચેતીના ભાગ રૂપે જિનપુલમાં આવેલા 4 સિંહો, અભયારણ્ય માં આવેલ 90 ચિતલ અને 30 સાબર ના પાંજરાઓને નિયમિત સેનિતાઈઝ કરવામાં આવે છે, પિંજરાઓની સફાઈ તેમજ પ્રાણીઓના મળ મૂત્ર ની જગ્યા ને દવાથી સફાઈ કરવામાં આવે છે અને પાંજરા ની જગ્યાથી 2 મીટર સુધી ની સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

વિસ્તારમાં પ્રવેશ બંધી ના હુકમ કરી દેવામાં આવ્યા 

વનવિભાગ અધિકારીએ ખાસ સૂચના આપી છે જેથી એક જ કર્મી પ્રાણીઓને ખોરાક આપવા જાય અને ખાસ હેન્ડ ગ્લોઝ, માસ્ક પહેરી સેનિટાઈઝર વડે સેફટી રાખે છે. અને ડોકટર દ્વારા પ્રાણીઓની શારીરિક તપાસ કરવામાં આવી રહી છે, આ વિસ્તારમાં પ્રવેશ બંધી ના હુકમ કરી દેવામાં આવ્યા છે, આ ઉપરાંત પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે પણ મુલાકાતી માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે, અને આ અભયારણ્ય ખાતે રહેલા પક્ષીઓ ને પણ કર્મી હાથ પર ગ્લોઝ અને માસ્ક બાંધી ચણ આપવા જાય છે, અને બહારથી આવતા ઘાયલ પક્ષીઓ ને લાવનાર વ્યક્તિને સેનિટાઈઝર વડે હાથ ધોવડાવી અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/porbandar/news/cages-sanitized-in-barda-sanctuary-care-for-animal-birds-127125391.html

વડલી ગામમાં બે દિવસથી સિંહોના ધામા, 5 પશુનો શિકાર કર્યો, ગ્રામજનોમાં રોષ

  • ખેડૂતો પણ પોતાની વાડીએ જઇ શકતા નથી

દિવ્ય ભાસ્કર

Apr 14, 2020, 12:17 PM IST

અમરેલી. રાજુલાના વડલી ગામમાં છેલ્લા બે દિવસથી સિંહોએ ધામા નાખ્યા છે. સિંહોના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. છેલ્લા દિવસમાં ગામમાં રસ્તા પર રઝળતા 5 પશુનો શિકાર કર્યો છે. વહેલી સવારે અથવા મોડી રાત્રે સિંહો શિકારની શોધમાં ગામમાં ઘૂસે છે. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને પણ જાણ કરી છે. ખેડૂતો પોતાની વાડીએ જઇ શકતા નથી. 

(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/lions-come-in-vadali-village-of-rajula-and-5-animal-hunt-127168724.html

ગીરનારના 200 પગથીયા પર આવેલા શીતળા માતાજી મંદિરના પૂજારીને વન્યપ્રાણીએ ફાડી ખાધા, મૃતદેહના અલગ અલગ ટૂકડા મળ્યા

  • મંદિરના પટાંગણમાં લોહીથી ભરેલા ખાબોચીયા જોવા મળ્યા

દિવ્ય ભાસ્કર

Apr 17, 2020, 07:08 PM IST

જૂનાગઢ. જૂનાગઢના ગીરનારના 200 પગથીયા પર શીતળા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં જ રહેતા અને પૂજા કરતા પૂજારી રામાબાપાને વન્યપ્રાણી ઉપાડી ગયું હતું અને જંગલમાં ફાડી ખાધા હતા. વન વિભાગને જાણ થતા ટીમ દોડી આવી હતી અને મંદિરથી દૂર જંગલમાં પૂજારીમા મૃતદેહના અલગ અલગ ટૂકડા જોવા મળ્યા હતા. જેમાં પેટનો ભાગ અને એક પગ મળી આવ્યો છે. જ્યારે માથુ અને બંને હાથ તથા એક પગ કરડી ખાધો હતો. મંદિરના પટાંગણમાં લોહીથી ભરેલા ખાબોચીયા જોવા મળ્યા હતા.વન વિભાગે આ ટૂકડાને એકત્ર કરી પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જૂનાગઢ ડુંગર દક્ષિણ રેન્જ RFO ભગરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હજુ નકકી નથી થાતુ કે દીપડાએ જ પૂજારીને ફાડી ખાધા છે કે નહીં. અન્ય વન્ય પ્રાણી પણ હોય શકે તેવું બને. આ ઉપરાંત વન્યપ્રાણીઓ સિવાય પૂજારી સાથે અજુગતી ઘટના બની હોય તેવું પણ કહી શકાય.. 

(અતુલ મહેતા, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/leopard-attack-on-pujari-at-girnar-hill-of-junagadh-127188284.html

વડલી ગામમાં બે દિવસથી સિંહોના ધામા, 5 પશુનો શિકાર કર્યો, ગ્રામજનોમાં રોષ

  • ખેડૂતો પણ પોતાની વાડીએ જઇ શકતા નથી

દિવ્ય ભાસ્કર

Apr 14, 2020, 12:17 PM IST

અમરેલી. રાજુલાના વડલી ગામમાં છેલ્લા બે દિવસથી સિંહોએ ધામા નાખ્યા છે. સિંહોના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. છેલ્લા દિવસમાં ગામમાં રસ્તા પર રઝળતા 5 પશુનો શિકાર કર્યો છે. વહેલી સવારે અથવા મોડી રાત્રે સિંહો શિકારની શોધમાં ગામમાં ઘૂસે છે. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને પણ જાણ કરી છે. ખેડૂતો પોતાની વાડીએ જઇ શકતા નથી. 

(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/lions-come-in-vadali-village-of-rajula-and-5-animal-hunt-127168724.html

ગીરના સિંહોમાં નવો રોગ વકર્યો હોવાની આશંકા, 6થી વધુ સિંહો સારવાર હેઠળ

  • જશાધાર એનિમલકેર સેન્ટરમાં સિંહ પરિવાર નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યો

જયેશ ઓધિયા

Apr 19, 2020, 11:06 PM IST

જૂનાગઢ. ગીર જંગલમાં તુલસીશ્યામ રેન્જમાં સિંહોમાં રોગના નવા લક્ષણો જોવા મળ્યા છે. આ ઘટનાની જાણ થતા છેલ્લા 2 દિવસથી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વનવિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ જશાધાર એનિમલકેર સેન્ટરમાં સિંહણ તથા સિંહબાળને સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત એક સિંહ બાળનું મોત થયું હોય તેવી જાણકારી પણ મળી છે. જ્યારે આ મામલે વનવિભાગે મૌન ધારણ કર્યું છે. જ્યારે એક અધિકારીને આ મામલે પૂછતા તેમણે ‘સબસલામત’ હોવાનું જણાવ્યું છે.

સિંહોના બ્લડ સેમ્પલ તપાસ અર્થે મોકલાયા

આ મામલે વનવિભાગ દોડતું થયું છે. વનવિભાગના અધિકારીઓએ આ મામલે બેઠક યોજી હતી. જેમાં સિંહમાં દેખાતા રોગના લક્ષણોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ રોગ વધુ ફેલાય નહીં તે માટે કેવા પગલાં લેવા જોઇએ તે માટે ચર્ચા કરવામાં આવી હતી. હાલ જે સિંહોમાં આ પ્રકારના રોગના લક્ષણો જોવા મળ્યા છે તેમને જશાધાર એનિમલ સેન્ટરમાં વેટરનિટી તબીબોના નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના બ્લડ સેમ્પલ પુનાની લેબમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. હાલ તો રિપોર્ટ આવ્યા બાદ કયો રોગ છે તે જાણી શકાશે.

રિપોર્ટ ન આવે ત્યાં સુધી રોગની જાણકારી મળશે નહીં
તુલસીશ્યામ રેન્જમાં સિંહમાં જે રોગના લક્ષણો દેખાતા હતા તે રોગ CDV (કેનાઇન ડિસેમ્પર વાયરસ) હોવાની આશંકા વનવિભાગના સૂત્રોએ જણાવ્યું છે. હાલ આ તમામ સિંહોનું પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી રોગની જાણકારી મળી શકશે નહીં.

સમગ્ર સિંહ પરિવારને નિરિક્ષણ હેઠળ રાખ્યો
વનવિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિંહ તથા સિંહબાળમાં જોવા મળતો રોગ ચેપી છે કે નહીં, તે કહી શકાય નહીં. પરંતુ સિંહમાં શરદી અને ઉધરસ જોવા મળી રહ્યા છે. તેથી વનવિભાગે આ સિંહ પરીવારમાં 6 સિંહબાળ, નર અને માદા મળી તમામને નિરિક્ષણ હેઠળ રાખ્યા છે.

વનવિભાગનું સિંહો પર મોનિટરિંગ ચાલુ
થોડા સમય અગાઉ દલખાણીયા રેન્જમાં સિંહોના મોત થયા હતા. ત્યાં જ સિંહોમાં CDV નામના રોગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વનવિભાગમાં આ મામલે મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દલખાણીયા જેવી ઘટના બને નહીં તે માટે વનવિભાગ સતર્ક થયું  છે. જૂનાગઢ તથા જામવાળાના વેટરનિટી તબીબો સિંહોનું સતત મોનિટરિંગ કરી રહ્યાં છે.

(અહેવાલ અને માહિતીઃ જયેશભાઈ ઓધિયા, ઉના)

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/gir-lions-are-suspected-to-have-a-new-disease-with-more-than-6-lions-under-treatment-in-junagadh-127201520.html

લોકડાઉનમાં રાજભા ગઢવીની ટીમની સમાજસેવા, જરૂરિયાતમંદને 5 હજાર કીટ પહોંચાડે છે

Lockdown social work of Rajbha Gadhvi delivers 5,000 kits to the needy people

દિવ્ય ભાસ્કર

Apr 21, 2020, 09:29 PM IST

જૂનાગઢ. લોક કલાકાર રાજભા ગઢવી લૉકડાઉનમાં સમાજસેવાનું કામ કરી રહ્યા છે.લૉકડાઉનના પહેલા દિવસથી રાજભા ગઢવી અને તેમની ટીમે જૂનાગઢમાં રસોડું શરૂ કર્યું છે.અહીં  દેશી ઘીના લાડુ અને  ગાંઠીયા સહિતની ખાવાની વસ્તુતૈયાર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.દરરોજ 5 હજાર લોકો સુધી કીટ પહોંચાડવામાં આવે છે.આ ઉપરાંત પોલીસ વિભાગમાં ઓછા પગારવાળી નોકરી કરતા પોલીસ જવાનોના પરિવારોમાં પણ  રાશનની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લૉકડાઉન દરમ્યાન ગરીબોના ભોજનની ચિંતા કરવાની અપીલ કરી હતી.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lockdown-social-work-of-rajbha-gadhvi-delivers-5000-kits-to-the-needy-people-127214092.html

કાલસારીના ખેડૂતની ગ્રીન હાઉસમાં જરબેરા, કાકડીની હાઇટેક ખેતી કરી

  • ગ્રીન હાઉસ માટે સબસિડી, લોન મેળવી શકાય

દિવ્ય ભાસ્કર

Apr 21, 2020, 11:43 PM IST

જૂનાગઢ. વિસાવદર તાલુકાના કાલસારી ગામના ખેડૂત કાંતિભાઈ અમીપરાએ તેની કોઠાસૂઝથી ખેતીમાં સંશોધન કરી સફળતા મેળવી છે. માત્ર 8 ધોરણ ભણેલા કાંતિભાઈ હાલ ગ્રીન હાઉસમાં જરબેરા અને કાકડીની હાઇટેક ખેતી કરી મબલક ઉત્પાદન મેળવે છે. ગ્રીન હાઉસ સ્થાપતા પહેલા અને પછી પીઇટી યોજનાના વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતુ અને ત્યારબાદ એક માસ ગ્રીન હાઉસની મહારાષ્ટ્રમાં તાલીમ મેળવી હતી. કાકડી અને જરબરા બંને ગ્રીન હાઉસ માટે બાગાયત વિભાગ તરફથી સબસિડી અને બેંક તરફથી લોન મેળવી હતી. જરબેરા ની ખેતીમાં તેઓ કુલ રૂ.18 લાખની અને કાકડીમાં રૂ.7 લાખની ચોખ્ખી આવક મેળવે છે. ખેડૂતો આવા પ્રગતિશીલ ખેડૂતો પાસેથી માર્ગદર્શન મેળવી ગ્રીન હાઉસનો ઉપયોગ કરતા થાય તે જરૂરી છે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/high-tech-cultivation-of-gerbera-cucumber-in-kalsari-farmers-greenhouse-127214250.html

ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું કામ શરૂ, વિદેશના એન્જિનિયરો સાથે વીડિયો કોલીંગથી વાત કરી માર્ગદર્શન મેળવાય છે

  • રોપ-વે યોજનાનું અંદાજીત 15- 20 ટકા કામકાજ હજી બાકી

દિવ્ય ભાસ્કર

Apr 22, 2020, 10:05 PM IST

જૂનાગઢ. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ અમુક ઉદ્યોગો, કારખાનાઓને કામકાજ કરવાની મંજૂરી મળી છે.  જે અન્વયે  સમગ્ર સોરઠનો અતિ મહત્વકાક્ષી પ્રોજેક્ટ ગીરનાર રોપ- વે  યોજનાનું કામકાજ ફરી ચાલું કરવામાં આવ્યું છે. આ તકે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીના સભ્ય અને ભાજપના અગ્રણી પ્રદીપભાઈ ખીમાણીયા, ત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ પઢિયાર હાજર રહ્યા હતા. રોપ-વે યોજનાનું અંદાજીત 15- 20 ટકા કામકાજ હજી બાકી છે. લોકડાઉન જાહેર થયું ત્યારથી આ યોજનામાં કામ કરતા મજૂરો અને કંપનીના અધિકારીઓ જુનાગઢ અને સાઈટ પર જ હતા. કંપની દ્વારા તેમના રહેવા જમવાની પૂરતી કાળજી રખાઈ હતી. વિદેશના એન્જિનીયરો સાથે વીડિયોકોલીંગથી વાત કરી માર્ગદર્શન મેળવીને હાલ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. 

કામગીરી જોડાયેલા દરેક લોકોની તકેદારી રાખવામાં આવી રહી છે

સુરક્ષાલક્ષી પગલાઓ જેવા કે દરેકનું દર બે કલાકે સેનેટાઈઝરથી સેનેટાઝેશન,  દરેકનું ગનથી ટેમ્પરેચર માપવાનું તેમજ ડોક્ટર દ્વારા દરેકની ફિઝીકલ તપાસ અને બહારથી આવતા દરેકની એન્ટ્રીની નોંધ કરી તેમના એડ્રેસ અને મોબાઈલ નંબરની નોંધ કરવામાં આવે છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ભવનાથ ક્ષેત્રના સંતો મહામંડલેશ્ર્વર ભારતીબાપુ,  શેરનાથ બાપુ તેમજ ઈન્દ્રભારતી બાપુની મુલાકાત લઈ તેમને આ કાર્યની માહિતી આપી આશીર્વાદ મેળવ્યા હતા.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/girnar-rope-way-work-start-between-lockdown-127220617.html

હિંસક પ્રાણીના હુમલા વધતા ખેડૂતોને દિવસે વિજળી આપવા ધારાસભ્યની સીએમને રજૂઆત

  • ત્રીના હિંસક પ્રાણીના હુમલા વધતા જાય છે
  • ઉદ્યોગો બંધ હોઈ વધુ 2 કલાક લાઇટ આપવા માંગણી

દિવ્ય ભાસ્કર

Apr 23, 2020, 05:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં વન્યપ્રાણીના હુમલા વધી રહ્યા છે ત્યારે ખેડૂતોને દિવસે વિજળી આપવા માંગ કરાઇ છે. હાલ ઉદ્યોગો બંધ હોય ખેડૂતોને વધુ 2 કલાક વિજળી આપવા પણ માંગ કરાઇ છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ મુખ્યમંત્રી વિજયભાઇને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવાયું છે કે, જૂનાગઢ અને ગિર સોમનાથમાં જંગલ વિસ્તાર મોટો છે. અહી રાત્રીના વિજળી અપાય છે ત્યારે પાણી વાળવા જતા ખેડૂતો પર વન્ય પ્રાણીના હુમલા વધી રહ્યા છે. જેથી દિવસે વિજળી આપવાની કામગીરી સત્વરે શરૂ કરવી જોઇએ.

આ ઉપરાંત ખેડૂતોને માત્ર 8 કલાક લાઇટ મળે છે તેની સમય મર્યાદામાં પણ વધારો કરવાની તાતી જરૂરિયાત છેે. કારણ કે, હાલ કોરોનાના કારણે ઉદ્યોગો બંધ છે ત્યારે સ્વાભાવિક જ વિજળીની બચત થતી હશે. ત્યારે આ બચત થતી વિજળીમાંથી ખેડૂતોને 2 કલાક વધુ વિજળી આપવામાં આવે તે જરૂરી છે. ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોના આ 2 મહત્વના પ્રશ્ને સત્વરે નિર્ણય લે તેવી ભીખાભાઇ જોષીએ માંગ કરી છે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/mlas-presentation-to-cm-to-provide-electricity-to-farmers-during-the-day-due-to-increasing-animal-attacks-127220794.html

એક સાથે 6 બચ્ચાંને જન્મ આપનાર સિંહણે પડખું ફરતાં 1 બચ્ચું દબાઇ મર્યું, 10 દિવસમાં 21 બચ્ચાં જન્મ્યાં

  • સક્કરબાગમાં 10 દિવસમાં 21 બચ્ચાં જન્મ્યાં એમાંથી 3 નાં મોત

દિવ્ય ભાસ્કર

Apr 24, 2020, 05:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાં તાજેતરમાંજ 10 દિવસના સમયગાળામાં જુદી જુદી સિંહણોને મળી કુલ 21 બચ્ચાં જન્મ્યાં હતા. જોકે એ પૈકી 3 આંબરડીથી લાવવામાં આવ્યા હતા. આ 21 પૈકીના 3 બચ્ચાં જુદા જુદા કારણોસર મોતને ભેટ્યા છે.
આ અંગેની વિગતો આપતાં સક્કરબાગનાં ડાયરેક્ટર ડો. અભિષેકકુમારે જણાવ્યું હતું કે, ગત તા. 7 એપ્રિલ 2020 ના રોજ ડી-1 તરીકે ઓળખાતી સિંહણે એકસાથે 6 બચ્ચાંને જન્મ આપી વાઇલ્ડ લાઇફમાં રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના નોંધાવી હતી. આ સિંહણ બચ્ચાંની વ્યવસ્થિત સંભાળ પણ રાખતી હતી. પરંતુ ગત તા. 19 એપ્રિલે સિંહણે પડખું ફેરવ્યું એ વખતે એક બચ્ચું તેના તોતીંગ શરીર નીચે દબાઇ ગયું હતું. વનવિભાગના ધ્યાને તુરત જ આ વાત આવી જતાં તેને સારવાર અપાઇ હતી. પરંતુ પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજાને લીધે તેનું તા. 20 અેપ્રિલે મોત થયું હતું. એજ રીતે તા. 7 એપ્રિલેજ ડી-12 સિંહણે બે બચ્ચાંને જન્મ 
આપ્યો હતો. 
આ સિંહણ પ્રથમજ વખત માતા બની હતી. તેનું એક બચ્ચું પણ માતાના શરીર નીચે દબાઇ જતાં તા. 9 એપ્રિલે મૃત્યુ પામ્યું. આથી બીજા બચ્ચાંને તાત્કાલિક માતાથી વિખૂટું પાડી ઉછેર માટે બીજે ખસેડ્યું હતું. 
જ્યારે આંબરડીથી આવેલા 3 પૈકી એક બચ્ચાંને તા. 19 એપ્રિલે નબળાઇ હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેના તમામ બ્લડ ટેસ્ટ કરાયા હતા. પરંતુ તેનું લીવર અને કીડનીમાં જન્મજાત ખામી હોવાથી તે 20 એપ્રિલે મૃત્યુ પામ્યું હતું.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lion-giving-birth-to-6-cubs-at-a-time-1-cub-crushed-to-death-while-turning-around-127227465.html

માંગરોળમાં 40 ફૂટ લાંબી 4 ટન વજનની વ્હેલ શાર્કનો મૃતદેહ તણાઈ આવ્યો

A 40-foot-long 4-ton whale shark was found dead in Mangrol

દિવ્ય ભાસ્કર

Apr 26, 2020, 05:00 AM IST

માંગરોળ. માંગરોળ બંદરે જેટી પાસે આજે બપોરે મહાકાય વ્હેલ શાર્ક મૃત હાલતમાં તણાઈ આવી હતી. આશરે 40 ફુટ લાંબી અને 4 ટન વજનની આ માછલીના મૃતદેહને ફિશિંગ બોટ દ્વારા ચોપાટી પર લાવી, રેતીમબાં દાટી ફોરેસ્ટ વિભાગ દ્વારા તેનો નિકાલ કરાયો હતો.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/mangrol/news/a-40-foot-long-4-ton-whale-shark-was-found-dead-in-mangrol-127241424.html

બરડા સાતવીરડા નેસ જિનપુલમાં સિંહણે 2 બચ્ચાને જન્મ આપ્યો, CCTVથી મોનીટરીંગ શરૂ

  • જિનપુલમાં સિંહના 5 બચ્ચાઓની એક સાથે સારસંભાળ લેવામાં આવશે,  CCTVથી મોનીટરીંગ શરૂ
  • ગરમીમાં સિંહોને ઠંડક મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી, બંને બચ્ચા તંદુરસ્ત : સાવચેતીના ભાગરૂપે સિંહોને ઉકાળીને અપાઇ છે ખોરાક

દિવ્ય ભાસ્કર

Apr 27, 2020, 05:00 AM IST

પોરબંદર. પોરબંદર જિલ્લાના બરડા સાતવીરડા નેશ જિનપુલ ખાતે એક સિંહણે વહેલી સવારે 2 બચ્ચાને જન્મ આપ્યો છે, બન્ને બચ્ચા તંદુરસ્ત હોવાનું જાણવા મળે છે, હાલ ગરમી હોવાથી સિંહોને ઠંડક મળી રહે તે માટે વનવિભાગ દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પોરબંદરના બરડા સાતવીરડા નેશ ખાતે, સિંહોની વસ્તી વધે તે માટે જિનપુલ બનાવવામાં આવ્યો હતો,  અને સિંહોને યોગ્ય વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ જિનપુલ ખાતે રવિવારે 5 વાગ્યે સિંહણે 2 બચ્ચા ને જન્મ આપ્યો છે, હાલ બન્ને સિંહ બાળ તંદુરસ્ત છે.

સવારે 5 વાગ્યે સિંહણે 2 બચ્ચાને જન્મ આપ્યો

જિનપુલ ખાતે 4 માસ પહેલા સરિતા નામની સિંહણ અને નાગરાજ નામના સિંહ ને સક્કરબાગ ઝુ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને આ જિનપુલ ખાતે એવન નામનો નર સિંહ હતો, ત્યારબાદ શક્કરબાગ ખાતેથી 2 માદા અને 1 નર સિંહ ને જિનપુલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેથી જિનપુલ ખાતે 2 નર અને 2 માદા સિંહો ને રાખવામાં આવ્યા હતા. જેમાંથી એવન નર સિંહ અને માદા સિંહ નું મેટિંગ થતા સિંહણ ગર્ભવતી બની હતી, અને અંદાજે 100 દિવસ બાદ ગઈકાલે રવિવારે વહેલી સવારે 5 વાગ્યે સિંહણે 2 બચ્ચાને જન્મ આપ્યો હતો. હાલ સિંહણ અને તેના બચ્ચા એક રૂમમાં આવેલા છે. અત્યારે ઉનાળા દરમ્યાન ગરમી હોવાને કારણે વનવિભાગ દ્વારા સિંહો ને ઠંડક મળી રહે તે માટે પાંજરા અને રૂમ ઉપર કપડા રાખી પાણી નો છંટકાવ કરવામાં આવે છે, પાંજરા માં તો સ્પ્રિંકલર સિસ્ટમ છે, જેથી પાણી છંટકાવ થી સિંહોને ઠંડક મળી રહે છે,હાલ એક રૂમમાં સિંહણ અને બન્ને બચ્ચા છે જેથી રૂમમાં ઠંડક રહે તેની વ્યવસ્થા કરી પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. કોરોના ને પગલે સિંહોને પણ ચેપ ના લાગે તે માટે વન વિભાગ દ્વારા  સફાઈ કરવામાં આવી રહી છે, અને આસપાસનો વિસ્તાર પણ સેનિટાઈઝ કરવામાં આવે છે.  આ જિનપુલ ખાતે અગાઉ પાર્વતી નામની સિંહણ હતી જે બચ્ચાને જન્મ આપતા મૃત્યુ પામી હતી, તેના બદલામાં નવી સિંહણને લાવવામાં આવી હતી. આ સિંહણ ના બન્ને બચ્ચા તંદુરસ્ત હોવાથી આ બન્ને બચ્ચા જિનપુલ ખાતે મોટા થશે.

એક અઠવાડિયા બાદ બચ્ચા નર છે કે માદા તેની ખબર પડશે
જિનપુલ ખાતે સિંહણે 2 બચ્ચાને જન્મ આપ્યો છે, ત્યારે હાલ ત્યાં માત્ર એક જ કર્મી ખોરાક આપવા જાય છે, આ સ્થળે વેટરનરી તબીબ છે, પરંતુ જરૂર જણાય તો જ નજીક જશે, જેથી આ બન્ને સિંહ ના બચ્ચા નર છે કે માદા તે અઠવાડિયા બાદ  ખબર પડશે.
સિંહણે 2 બચ્ચા ને જન્મ આપ્યો હતો અને આ સિંહણ તેના બચ્ચાની સંભાળ રાખે છે, અને સિંહણ બચ્ચાને પોતાનું દૂધ પીવડાવે છે, જે ખૂબ સારા સમાચાર છે. - દિપક પંડિયા, વન વિભાગ, અધિકારી

સક્કરબાગથી 3 સિંહબાળ પરત આવશે
જિનપુલ ખાતે અગાઉ સરિતા નામની સિંહણે 4 બચ્ચાને જન્મ આપ્યા હતા, પરંતુ સરિતાને બચ્ચાની સંભાળ લેતા આવડતું ન હતું, અને બચ્ચાને દૂધ પણ પીવડાવી શકતી ન હતી જેથી 2 બચ્ચા મૃત્યુ પામ્યા હતા, તેના 2 બચ્ચા અને  પાર્વતી નામની સિંહણનું 1 બચ્ચું સહિત 3 બચ્ચા સક્કરબાગ ખાતે મોકલી આપ્યા હતા, જે 3 બચ્ચાને પણ ફરીથી જિનપુલ ખાતે લાવવામાં આવશે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/porbandar/news/the-lion-gave-birth-to-2-cubs-at-barda-satveerda-ness-jinpool-127247591.html